Advertisement

મધ્યરાત્રે મેઘરાજાની જબરજસ્ત એન્ટ્રી: આણંદમાં 4 કલાકમાં અઢી ઇંચ વરસાદ

મધ્યરાત્રે મેઘરાજાની જબરજસ્ત એન્ટ્રી: આણંદમાં 4 કલાકમાં અઢી ઇંચ વરસાદ

મધ્યરાત્રે મેઘરાજાની જબરજસ્ત એન્ટ્રી: આણંદમાં 4 કલાકમાં અઢી ઇંચ વરસાદ

આણંદ જિલ્લામાં વરસાદી મૌસમ જામી રહ્યાનું ચિત્ર ગત મોડી સાંજથી જોવા મળી રહ્યું છે. જેમાં ગતરોજ રાત્રે ૧૦ વાગ્યા બાદ સોજીત્રા, પેટલાદ અને ખંભાતમાં વરસાદી ઝાપટાં વરસ્યા હતા. જેમાં સૌથી વધુ ખંભાતમાં ર ઇંચ વરસાદ નોંધાયો હતો. જયારે રાત્રિના ૧૦થી ર કલાક દરમ્યાન આણંદ શહેર અને પંથકમાં ઝડપી ધારે અઢી ઇંચ જેટલું પાણી વરસ્યું હતું. મધ્યરાત્રિએ બારે મેઘ ખાંગા થયા હોય તેવી વરસાદની ધારથી મોટાભાગના લોકો ઉંઘમાંથી જાગી ગયા હતા. આણંદ શહેરમાં ૪ કલાકમાં અઢી ઇંચ વરસાદના કારણે મુખ્ય માર્ગો સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવા પામ્યા હતા.

જો કે આજે સમગ્ર દિવસ દરમ્યાન જિલ્લામાં નાની ઝરમર નોંધાઇ ન હતી. પરંતુ સાંજે ૬ વાગ્યા બાદ ખંભાત શહેર,તાલુકામાં વરસાદી વાદળો ગોરંભાયા હતા અને બે કલાકમાં અડધો ઇંચ વરસાદ ખાબકતા માર્ગો પર પાણી રેલાયા હતા. ઉલ્લેખનીય છે કે, આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ આણંદ અને પેટલાદમાં સરેરાશ અઢી ઇંચ છે.

Advertisement