Advertisement

મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઈટમાં બોમ્બની ધમકી: અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઈટમાં બોમ્બની ધમકી: અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

મદીનાથી હૈદરાબાદ જઈ રહેલી એક ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં હાજર એક મુસાફરે ક્રુ મેમ્બરને એવું કહ્યું હતું કે મારી પાસે બોમ્બ છે અને થોડીક વારમાં બ્લાસ્ટ થઈ જશે. ત્યારબાદ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તાત્કાલિક ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતા જ એરપોર્ટ ઓથોરિટી અને સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી.

મળતી પ્રાથમિક માહિતી મુજબ, મદીનાથી હૈદરાબાદ તરફ જઈ રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી. આ ગંભીર ધમકીને પગલે પાયલોટે તાત્કાલિક નજીકના એરપોર્ટ પર સંપર્ક કર્યો હતો અને ફ્લાઈટને ડાયવર્ટ કરીને અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરાવવામાં આવી હતી. ફ્લાઈટમાં હાજર એક મુસાફરે ક્રુ મેમ્બરને એવું કહ્યું હતું કે મારી પાસે બોમ્બ છે અને થોડીક વારમાં બ્લાસ્ટ થઈ જશે આ પછી ફ્લાઇટનું ઇમરજન્સી અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.

અચાનક થયેલા લેન્ડિંગ અને બોમ્બની વાત વહેતી થતા વિમાનમાં સવાર મુસાફરોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. જોકે, એરપોર્ટ પર લેન્ડિંગ થતાની સાથે જ સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી હતી. 

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ, CISF, ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમો તાત્કાલિક એરપોર્ટ પર પહોંચી ગઈ હતી. હાલ મુસાફરો અને તેમના સામાનનું ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ ધમકી માત્ર અફવા છે કે ગંભીર કાવતરું તે અંગે તપાસ એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

ઝોન 4 ડીસીપી અતુલ બંસલે જણાવ્યું હતું કે પોલીસને જાણ થતા પોલીસની ટીમ એરપોર્ટ પહોંચી છે અત્યારે તમામ મુસાફરોનું બોર્ડિંગ કરાવીને એરપોર્ટમાં લાવવામાં આવ્યા છે.શંકાસ્પદ વ્યક્તિને પણ અટક કરવામાં આવી છે.હાલ ફ્લાઇટનું ચેકિંગ કરીને આગળની પ્રક્રિયા કરવામાં આવી રહી છે.

Advertisement