Advertisement

મચ્છર નિયંત્રણ માટે કરમસદ મનપાનું પગલું – સપ્ટેમ્બર મહિને 2.85 લાખનો દંડ

મચ્છર નિયંત્રણ માટે કરમસદ મનપાનું પગલું – સપ્ટેમ્બર મહિને 2.85 લાખનો દંડ

કરમસદ આણંદ મનપાના આરોગ્ય અને મેલેરિયા વિભાગ દ્વારા સપ્ટેમ્બર માસ દરમિયાન ચેકિંગ કરાતા 10 એકમોમાંથી મચ્છરના ઉત્પતિ સ્થાન મળતા રૂ. 2.85 લાખ ઉપરાંતનો દંડ વસુલ કરાયો છે. મનપાના કમિશનરની સુચના અનુસાર મનપાના મેલેરિયા વિભાગ અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સપ્ટેમ્બર માસ દરમિયાન ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. મનપાના મેલેરિયા વિભાગની ટીમ દ્વારા મનપા વિસ્તારમાં આવેલા એકમો ખાતે આકસ્મિક તપાસણી કરતા મચ્છરની ઉત્પત્તિ થઈ હોવાનું માલુમ પડતા આવા 10 એકમો પાસેથી રૂ.30,800/- નો દંડ વસૂલ કર્યો છે.

તેવી જ રીતે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ ખાદ્ય એકમો ખાતે આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સ્વચ્છતા નો અભાવ અને ગંદકી તથા હાઈજિન જોવા ન મળતા આવા 10 એકમોને વહીવટી ચાર્જ પેટે કુલ રૂ. 2,55,000/-નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે. જેમાં એવર ફ્રેશ બેકરી ને રૂ.20,000, શ્રી સત્યનારાયણ આઈસક્રીમને રૂ.10,000, એવર ફ્રેશ બેકરી ટ્રેડર્સને રૂ. 15000, નીખીલ રૂપાપરા ને રૂ.10,000, વેલકમ 36 ગેલોપ્સ પ્લાઝા રોડને રૂ.10,000, ખીચડી ઇટીસી ગેલોપ્સ પ્લાઝાને રૂ.10,000, જગદીશ ફરસાણ ગેલોપ્સ પ્લાઝા ને રૂ. 10,000, નાથાલાલ પેંડા વાળાને રૂ. 20,000, કપિલદેવ મગ પુલાવ ને રૂ. 50,000 અને સહયોગ રેસ્ટોરન્ટને રૂપિયા એક લાખનો વહીવટી ચાર્જ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા વસૂલ કરાયો છે.

મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે કે દિવાળીના તહેવાર હોય મનપાના આરોગ્ય અને મેલેરીયા વિભાગની ટીમ દ્વારા આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવશે, જેથી ખાદ્ય એકમો વેચનારા સ્વચ્છતા રાખે, હાઈજીન રાખે અને નગરજનોને આરોગ્ય લક્ષી તકલીફ ન થાય તે બાબતે કાળજી રાખે તેમ જણાવ્યું છે.

Advertisement