Advertisement

ભાલેજ બ્રિજથી સામરખા ચોકડી સુધી 150થી વધુ દબાણો હટાવી ડિવાઇડર સાથે નવેસરથી રોડ બનશે

ભાલેજ બ્રિજથી સામરખા ચોકડી સુધી 150થી વધુ દબાણો હટાવી ડિવાઇડર સાથે નવેસરથી રોડ બનશે

આણંદ શહેર પ્રવેશદ્વાર સમા સામરખા ચોકડી થી ભાલેજબ્રિજ માર્ગ બંને બાજુ દબાણો હોવાથી શહેરની ઇમેજ ખરડાઇ રહી છે.હવે આણંદ મનપા ફેરવાયું છે.ત્યારે બહારથી આવતાં લોકોમાં શહેરની સારી છાપ ઉપશે તે હેતુથી પ્રવેશદ્વારા ચકાચક બનાવવાની સાથે દોઢ કિમીના માર્ગ નવીનીકરણ કરીને વચ્ચે નવેસરથી ડિવાઇડર બનાવીને સુશોભિત કરાશે. તેમજ બંને બાજુના દબાણો દૂર કરીને રાહાદારી માટે ફૂટપાથ બનાવવામાં આયોજન હાથ ધરવામાં આવનાર છે.

ભાગરૂપે ગેરકાયદે ઉભા રહેતા લારીઓવાળા સહિત ઓટલા કે શેડ બહાર કાઢયા હોય તેવા 70થી વધુ દબાણકારને નોટીસ પાઠવીને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા જણાવ્યું છે તેમ છતાં દબાણ નહીં હટે તો જાન્યુઆરી માસ દરમિયાન તંત્ર દ્વારા દબાણો દૂર કરીને ચાર્જ વસુલાશે. સામરખા ચોકડી થી ભાલેજ બ્રિજ સુધીના ફોરલેન માર્ગ રોડ નવીનકરણ ની કામગીરી હાથ ધરી છે.આ માર્ગ પર આવેલા દુકાનદારો દ્વારા શેડ સહિત ઓટલા બહાર કાઢવામાં આવ્યાં છે. પોતાની દુકાનબહાર જગ્યા લારીવાળાને ઉભા રહેવા માટે તગડુ ભાડુ વસુલી રહ્યાં છે. જેના કારણે રોડની બને બાજુએ દબાણો અને લારીઓના જમાવડાને કારણે 24 મીટરનો રસ્તો હવે માત્ર 16 મીટરનો જોવા મળે છે.

જેના કારણે વારંવાર ટ્રાફિક જામ થઇ જાય છે. જો કે આ માર્ગ મનપા નહીં પણ માર્ગ મકાન વિભાગ આવે છે. જેથી મનપા અધિકારીએ રસ્તા પરના દબાણો દૂર કરીને સમારકામ કરીને નવીનીકરણ કરવા જણાવ્યું હતું. જેથી માર્ગ મકાન વિભાગે હાલમાં 70થી વધુ ગેરકાયદે દબાણો સહિત લારીઓવાળાને દબાણો દૂર કરવા માટે એક સપ્તાહ પહેલા જ નોટીસ પાઠવી છે.તેમ છતાં દબાણો દૂર નહીં થાય તો તંત્ર દ્વારા તોડી પાડવામાં આવશે.

બે વર્ષમાં ચાર વખત દબાણો હટાવ્યા બાદ ફૂટપાથ ન બનાવતા ફરી લાગી જતા હતા

આણંદ વહીવટી તંત્ર દ્વારા છેલ્લા બે વર્ષમાં 150થી વધુ દબાણકારોને નોટીસ પઠાવીને ચાર વખત દબાણો દૂર કરીને રસ્તો ખુલ્લો કર્યા હતો.પરંતુ ત્યારબાદ તંત્ર બેદરકારી દાખવીને રોડ બંને બાજુએ ફૂટપાથ બનાવવામાં આવતો નથી જેના કારણે 15 દિવસ પુન : કાચાપાકા દબાણો થઇ જાય છે. 24 મીટર રોડ હોવા છતાં દબાણોને કારણે 16 મીટર બની ગયો છે. ત્યારે તંત્ર દ્વારા આ વખતે દબાણો દૂર કરીને તાત્કાલિક ફૂટપાથ કે રસ્તાની કામગીરી હાથ ધરવામાં આવે તો દબાણો થતાં અટકી શકે તેમ છે.

આણંદ શહેરમાં બહારના રાજ્યમાં આવતાં કેન્દ્રના મંત્રી કે અધિકારીઓને સામરખા ચોકડી આણંદમાં પ્રવેશતા હોય છે. પ્રવેશવાના માર્ગ દબાણો અને ટ્રાફિક જામ જોઇને સ્થાનિક અધિકારીઓ ઉધડો લેતા હોય છે. તમે શ્વેતનગરી વાતો કરો છે.પ્રવેશદ્વાર યોગ્ય નથી. જેને ધ્યાને લઇને મનપા કમિશ્નરે સૌ પ્રથમ શહેરનું પ્રવેશદ્વાર આકર્ષક બનાવવા માટે સામરખા ચોકડી થી ભાલેજ ઓવરબ્રિજ સુધી નવો ફોરલેન રોડ બનાવીને સુશોભિત કરવા માટે દબાણો દૂર કરીને બંને બાજુએ માર્ગ ખુલ્લો કરવાની સુચના માર્ગ મકાન વિભાગને આપી હતી. જેના ભાગરૂપે હાલમાં માર્ગનું નવીનીકરણ ચાલી રહ્યું છે.

Advertisement