રાજ્ય સરકારે અંતે ભાગેડુ લગ્ન પ્રથા સામે મહત્વપૂર્ણ પગલા ભરવાનો નિર્ણ કર્યો છે.. પાટીદાર સમાજના આગેવાન વરુણ પટેલ (Leader Varun Patel) ના નેતૃત્વમાં ચાલેલી લાંબી મુહિમ બાદ રાજ્ય સરકાર હવે વિધાનસભા (Assembly) માં કાયદાકીય સુધારો લાવવાની તૈયારીમાં છે. આ મુદ્દે વરુણ પટેલે ખુશી વ્યક્ત કરી છે. અને રાજ્ય સરકારના નિર્ણયને આવકાર્યો છે.
વરુણ પટેલે જણાવ્યું હતું કે, ભાગેડુ લગ્ન પ્રથા (Runaway marriage practice) સામે લગભગ 9 મહિના પહેલાં 9 મુખ્ય માંગો સાથે સમાજની મુહિમ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન સરકાર સાથે સતત વાતચીત અને વાટાઘાટો કરવામાં આવી, જેના પરિણામે અત્યાર સુધીમાં 9માંથી 8 માંગો સ્વીકારવામાં આવી ચૂકી છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે સમાજના હિતમાં જે માંગો હતી, તેનાથી ઓછું ક્યારેય સ્વીકાર્યું નથી.
વિધાનસભામાં કાયદાકીય સુધારો લાવવાની તૈયારી
સરકાર ભાગેડુ લગ્ન પ્રથા અંગે ગુજરાત વિધાનસભામાં કાયદાકીય સુધારો રજૂ કરશે. વરુણ પટેલના જણાવ્યા મુજબ, આ મહત્વપૂર્ણ પ્રસંગે મુખ્ય આંદોલનકારીઓ (Agitators) તેમજ વિવિધ સમાજોના આગેવાનો ગૃહમાં ઉપસ્થિત રહેશે. આ સુધારા દ્વારા ભાગેડુ લગ્ન જેવી ઘટનાઓને રોકવા માટે કડક કાયદાકીય વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
સરકાર પર ભરોસો, સતત વાટાઘાટો બાદ મળી સફળતા
વરુણ પટેલે કહ્યું કે સરકાર સાથે સતત અને સકારાત્મક (Positive) વાટાઘાટા બાદ આ સફળતા મળી છે. “અમને સરકાર પર ભરોસો (Trust) છે અને સમાજને ન્યાય મળે તે માટે સરકાર યોગ્ય નિર્ણય લઈ રહી છે,” તેમ તેમણે ઉમેર્યું. આ કાયદાકીય સુધારાથી ભાગેડુ લગ્નની ઘટનાઓ પર કડક નિયંત્રણ આવશે અને સમાજમાં સુરક્ષા તથા ન્યાયની ભાવના મજબૂત થશે.
સમાજમાં ન્યાય અને સુરક્ષાનો નવો અધ્યાય
આ કાયદાકીય સુધારાને સમાજ માટે મહત્વપૂર્ણ માઇલસ્ટોન (Milestone) તરીકે જોવામાં આવી રહ્યો છે. ગાંધીનગરથી શરૂ થયેલો આ પ્રયાસ હવે રાજ્યવ્યાપી અસર કરશે અને ભાગેડુ લગ્ન પ્રથાથી પીડિત પરિવારો (Victim families) ને રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.