ભાઈ માટે શુભ રાખડી: શું પસંદ કરશો?
9 ઓગસ્ટના રોજ પૂરા દેશમાં રક્ષાબંધનનો પર્વ મનાવવામાં આવશે. આ તહેવાર ભાઈ-બહેનના સંબંધોમાં વધારે મીઠાશ લાવવાનું કામ કરે છે. રક્ષાબંધનના તહેવારમાં બહેન ભાઈના હાથમાં રાખડી બાંધે છે. હાથમાં રાખડી બાંધતી વખતે શ્લોક બોલવામાં આવે છે અને ભાઈને શુભ ફળની પ્રાપ્તિ થાય એ માટે પ્રાર્થના કરે છે. રક્ષાબંધનના દિવસે બાંધવામાં આવતી રાખડી જીવનભરની સુરક્ષા, પ્રેમ અને સાથ નિભાવવાનું વચન પણ હોય છે. આ સાથે ભાઈ પોતાની બહેનની સુરક્ષા અને સુખ-શાંતિનો વિશ્વાસ અપાવે છે. આ પર્વ પરિવારજનોમાં પ્રેમ વધારે છે.
વર્ષ 2025 માં આ પર્વ શુક્રવારના રોજ એટલે કે 9 ઓગસ્ટના રોજ મનાવવામાં આવશે. જો કે ભાઈને કઈ રાખડી બાંધવી એ વાતને લઈને અનેક લોકોના મનમાં સવાલ થતો હોય છે. તો જાણો ભાઈને કઈ રાખડી બાંધવી જોઈએ?
રેશમ કે સૂતરની રાખડી
રક્ષાબંધન માટે રેશમ સૌથી પરંપરાગત અને સામાન્ય રાખડી છે. આ રાખડીને શુભ માનવામાં આવે છે કારણ કે આ શુદ્ધતા અને પ્રેમ દર્શાવે છે. રેશમની રાખડી નરમ હોય છે જેનો અર્થ સંબંધોની નાજુકતા અને મજબૂતાઈ બન્ને થાય છે. આમ, આ રાખડીને સૌથી પ્રિય માનવામાં આવે છે.
ચાંદીની રાખડી
ચાંદીની ધાતુને હિન્દુ ધર્મમાં શુભ માનવામાં આવે છે. જ્યોતિષનું માનીએ તો ભાઈની કુંડળીમાં ચંદ્ર દોષ છે તો તમે ચાંદીની રાખડી બાંધો. ચાંદીની રાખડી બાંધવાથી ચંદ્ર દોષનો પ્રભાવ ઓછો થઈ જાય છે. ચાંદીને શીતળતા અને માનસિક શાંતિનું પ્રતિક માનવામાં આવે છે, જે મનોવૈજ્ઞાનિક રીતે ભાઈના મગજને શાંત રાખે છે.