Advertisement

બોરસદ ડેપોથી વડોદરા તરફ નીકળેલી નવી બસ 1 કિમીમાં જ ઠપ, રસ્તા પર અટકતા મુસાફરોમાં ભારે રોષ

બોરસદ ડેપોથી વડોદરા તરફ નીકળેલી નવી બસ 1 કિમીમાં જ ઠપ, રસ્તા પર અટકતા મુસાફરોમાં ભારે રોષ

બોરસદ ડેપોથી વડોદરા તરફ જવા નીકળેલી નવી નક્કોર લોકલ બસ દોઢ વાગ્યે ઉપડતાની સાથે જ માત્ર એક કિલોમીટર દૂર જ ખોટકાઈ ગઈ.

પરિણામે બસમાં સવાર 35 કરતાં વધુ મુસાફરો ને રસ્તા પર રઝળવુ પડ્યું હતું બસ ખોટકાતાં મુસાફરો ની હાલત કફોડી થઈ હતી ડ્રાઈવરે તાત્કાળ ડેપોને જાણ કરતાં અન્ય બસ મોકલી વૈકલ્પિક વ્યવસ્થા તો થઈ ગઈ, પરંતુ મુસાફરોમાં ડેપોના સંચાલન અંગે ભારે આક્રોશ ફાટી નીકળ્યો.

મુસાફરોનું કહેવું હતું કે "નવી બસો જો આ રીતે રસ્તા પર જ દમ તોડી દે, તો તંત્રની સર્વિસ નામની વસ્તુ માત્ર કાગળ પર જ ચાલે છે!

સૂત્રો મુજબ બોરસદ બસ ડેપોના મેનેજરના મનસ્વીપણે રૂટ સંચાલનની ગાડીને પહેલેથી જ ડગમગાવી નાખી છે. બસ કર્મચારીઓએ પણ અગાઉ અનેકવાર રજુઆત કરી હોવા છતાં તંત્રએ “બધું સારી રીતે ચાલી રહ્યું છે” ની ઔપચારિક લાયકાતથી જ કામ ચલાવ્યું હોવાનું જણાવાય છે.નવી બસના નામે જૂની મુશ્કેલીઓ ફરી જીવંત થતા બોરસદ ડેપો સંચાલનની ફરી એકવાર પોલ ખુલ્લી પડી ગઈ છે.

Advertisement