Advertisement

બોરસદ ચોકડી પાસે ઉમા‑ભવન ટાંકીમાં 8 લીકેજ: 35 સોસાયટીમાં પાણી ન પહોંચતાં સ્થાનિકો રોષ

બોરસદ ચોકડી પાસે ઉમા‑ભવન ટાંકીમાં 8 લીકેજ: 35 સોસાયટીમાં પાણી ન પહોંચતાં સ્થાનિકો રોષ

બોરસદ ચોકડી પાસે ઉમા‑ભવન ટાંકીમાં 8 લીકેજ: 35 સોસાયટીમાં પાણી ન પહોંચતાં સ્થાનિકો રોષ

આણંદ બોરસદ ચોકડી ઉમા ભવન પાસે આવેલી 27 લાખ લીટર પાણીની ક્ષમતા ધરાવતી ટાંકી 8થી વધુ લીકેજ થતાં હજારો લીટર પાણી ટપકી રહ્યાં છે.ત્યારે અમૂલ ડેરી રોડ, લોટિયા ભાગોળ,ઈરમા રોડ સહિત 35થી વધુ સોસાયટી વિસ્તારોમાં પુરતા પ્રેશર થી પાણી પહોંચતું નહીં હોવાથી શહેરીજનો હાલાકીઓનો ભોગ બની રહ્યા હોવાથી તંત્ર સામે આક્રોશ વ્યકત કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ શહેરના સોજિત્રા રોડ પર ઉમા ભવન પાસે અડધા શહેરને પાણી પુરૂ પાડતી 27 લીટર પાણીની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી મનપાએ તૈયાર કરી છે.ત્યારે વર્ષો જૂની ટાંકી હોવા છતાંય તંત્ર દ્વારા માત્ર સમારકામ કરીને સંતોષ માનવામાં આવે છે.વધુ માહીતી મુજબ ઉમા ભવન પાણીની ટાંકી થકી અડધા શહેરના 60 હજારથી વધુ નળ કનેકશન ધારકોને બે ટાઇમ પીવાનુ પાણી વિતરણ કરવામા આવે છે. બે વર્ષ અગાઉ પણ તંત્રએ 10 લાખ ઉપરાંત રકમના ખર્ચે સમારકામ કરવામાં આવ્યું હતું.છતાંય હાલમાં ટાંકી લીકેજ હોવાથી તેને ભરવા માટે ચાર બોરકુવાની મોટરો થકી કલાકો સુધી પાણી ભરવાની નોબત આવે છે.તેમ છતાં ટાંકી પુરતા પ્રમાણમાં ન ભરતાં લોટિયા ભાગોળ,અમૂલ ડેરી રોડ,ગંજ બજાર સહિત જીટોડિયા રોડ વિસ્તારમા પુરતા પ્રેશરથી પાણી પહોંચતું નહીં હોવાથી રહીશોને હાલાકીઓ વેઠવાનો વખત આવતા આણંદ મનપા તંત્ર સામે આક્રોશ વ્યકત કર્યો હતો.આ બાબતે જવાબદાર અધિકારીઓને જાણ કરવામા આવી હોવાનું કર્મચારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું.

Advertisement