Advertisement

બોરસદ તાલુકા પંચાયતની પાંચ વર્ષીય અવધિની અંતિમ સામાન્ય સભા 12 ફેબ્રુઆરીએ, 2026-27નું બજેટ રજૂ થશે

બોરસદ તાલુકા પંચાયતની પાંચ વર્ષીય અવધિની અંતિમ સામાન્ય સભા 12 ફેબ્રુઆરીએ, 2026-27નું બજેટ રજૂ થશે

બોરસદ તાલુકા પંચાયતની પાંચ વર્ષીય અવધિની અંતિમ સામાન્ય સભા આગામી 12 ફેબ્રુઆરી, ગુરુવારે બપોરે 11:30 કલાકે યોજાશે. આ સભા તાલુકા પંચાયત પ્રમુખ મિહિરભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અને તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોરની ઉપસ્થિતિમાં આયોજિત કરવામાં આવી છે.


આ મહત્વપૂર્ણ બેઠક બોરસદ તાલુકા પંચાયતના પુજ્ય રવિશંકર મહારાજ સદન ખાતે આવેલા તાલુકા પંચાયત હોલમાં યોજાશે. વર્તમાન પંચાયતના પાંચ વર્ષના શાસનકાળની આ અંતિમ સામાન્ય સભા હોવાથી તેનું વિશેષ મહત્વ છે.


સભામાં વર્ષ 2026-27નું બજેટ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત, વર્ષ દરમિયાન કરવામાં આવેલા વિકાસ કાર્યોની સમીક્ષા અને આવનારા સમયમાં તાલુકાના સર્વાંગી વિકાસ માટેની યોજનાઓ અંગે ચર્ચા વિચારણા થશે.


સામાન્ય સભાના એજન્ડામાં તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ, પાણી, સ્વચ્છતા, શિક્ષણ, આરોગ્ય તથા કૃષિ વિકાસને લગતા પ્રશ્નોનો સમાવેશ થાય છે. સભ્યો દ્વારા વિકાસલક્ષી યોજનાઓ અને લોકહિતના વિવિધ મુદ્દાઓ પર પણ ચર્ચા થવાની શક્યતા છે.આ અંતિમ સામાન્ય સભાને લઈને તાલુકા પંચાયતના સભ્યો તેમજ અધિકારીઓમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. પંચાયતના આગામી કાર્યકાળ માટે માર્ગદર્શક બની શકે તેવી મહત્વપૂર્ણ ચર્ચાઓ થવાની અપેક્ષા છે.

Advertisement