આણંદ શહેર સહિત જિલ્લામાં વીજ ચોરી અટકાવવા માટે તંત્રએ ઝુંબેશ હાથ ધરી છે. ત્યારે બોરસદ શહેર,આંક્લાવ, આસોદર પંથકમાં વીજીલન્સ ટીમોએ સપાટો બોલાવીને 44 વીજચોરને ઝડપી પાડીને 9 લાખ ઉપરાંત માતબર રકમનો દંડ ફટકાર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ જિલ્લા વીજચોરી થતી હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. ત્યારે રાજ્યની વીજીલન્સ 24 જેટલી ટીમોએ બોરસદ, આંકલાવ અને આસોદર પંથકમાં 20થી વધુ ગામડાઓમાં સ્થાનિક પોલીસ બંદોબસ્ત મળતાની સાતે ચેકીંગ કાર્યવાહી હાથધરવામાં આવી હતી. જો કે ટીમોએ ઔદ્યોગિક,ખેતીવાડી સહિતના 401 વીજ મીટર તપાસવામાં આવ્યાં હતા. આ સમયે શુક્રવારે વહેલી સવારે દરોડો પાડવામાં આવતાં વીજ મીટરમાં ચેડા કરીને ડાયરેકટર વીજ ચોરી કરવી, લંગર નાંખવું સહિત જુદા જુદા નુસખા અપનાવીને 44 વીજધારકોને રંગેહાથ વીજ ચોરી કરતાં ઝડપી પાડયાં હતા. ત્યારબાદ વીજ તંત્ર વીજ મીટરો લેબોરેટરીમાં મોકલી આપવામાં આવતાં 40282 યુનિટની વીજ ચોરી થઈ હોવાનું તપાસમાં ખુલવા પામ્યું હતું. વીજતંત્રએ અધિનિયમ મુજબ 9 લાખ ઉપરાંત માતબર રકમનો દંડ ફટકારીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.