Advertisement

બોરસદમાં 2 રૂપિયાના જૂના સિક્કાના બહાને ઠગાઈ, આર્મીમેન બની ફરતો શખસ ઝડપાયો

બોરસદમાં 2 રૂપિયાના જૂના સિક્કાના બહાને ઠગાઈ, આર્મીમેન બની ફરતો શખસ ઝડપાયો

બોરસદમાં 2 રૂપિયાના જૂના સિક્કાના બહાને ઠગાઈ, આર્મીમેન બની ફરતો શખસ ઝડપાયો

બોરસદ : બોરસદની ગણેશ નગર સોસાયટીમાં રહેતા અને ફર્નિચરનું કામ કરતા યુવક સાથે જૂના ચલણી સિક્કાની લાલચ આપી મોટી ઠગાઈ થયાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. 33 વર્ષ જૂના 2 રૂપિયાના સિક્કાના બદલામાં 8 લાખ રૂપિયા આપવાની વાત કરી આરોપીએ યુવક પાસેથી તેની મહેનતથી કમાયેલા રૂ. 61 હજાર પડાવી લીધા હતા. આ મામલે પોતાને આર્મીમેન તરીકે ઓળખ આપનાર રાજકોટના શખસને પોલીસે ઝડપી લીધો છે.

જૂના સિક્કાની લાલચમાં 61 હજાર ગુમાવ્યા

બોરસદની ગણેશ નગર સોસાયટીમાં રહેતા અને મૂળ રાજસ્થાનના 28 વર્ષીય હરીરામ ગંગારામ પ્રજાપતિ સાથે આરોપીએ સોશિયલ મીડિયામાં મૂકેલી રીલના આધારે સંપર્ક સાધ્યો હતો. જૂના સિક્કાની મોટી કિંમત મળશે તેવી લાલચ આપીને આરોપીએ હરીરામ પાસેથી અલગ-અલગ બહાનાથી કુલ રૂ. 61 હજાર પડાવી લીધા હતા.

ઠગાઈની જાણ થતાં હરીરામે બોરસદ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ઠગાઈનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

રાજકોટના શખસ સુધી પહોંચી પોલીસ

પોલીસે સોશિયલ મીડિયા પર બનાવેલી રીલ, ટેકનિકલ સર્વેલન્સ અને બેન્ક ટ્રાન્ઝેક્શનના આધારે તપાસ આગળ વધારી હતી. તપાસ દરમિયાન ખુલ્યું હતું કે આ ઠગાઈમાં સંડોવાયેલો શખસ રાજકોટના નવાગામ વિસ્તારમાં આવેલા શેફરોન વિલામાં રહેતો અમરીષ જાદવ લુણાગારીયા છે. પોલીસે તેને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા.

Advertisement