Advertisement

બોરસદમાં બોગસ ડોક્ટર ઝડપી પડ્યો: 11,927નો માલ જપ્ત

બોરસદમાં બોગસ ડોક્ટર ઝડપી પડ્યો:  11,927નો માલ જપ્ત

બોરસદમાં બોગસ ડોક્ટર ઝડપી પડ્યો: 11,927નો માલ જપ્ત

બોરસદ તાલુકાના નાપા તળપદ ગામમાં ડીગ્રી વગર ગેરકાયદેસર દવાખાનું ચલાવતા એક બોગસ ડોક્ટરને બોરસદ રૂરલ પોલીસે ઝડપી પાડ્યો છે. આ વ્યક્તિ આયુર્વેદિક અને એલોપેથિક સારવાર આપતો હતો. પોલીસે સ્થળ પરથી કુલ ₹11,927 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસને છેલ્લા કેટલાક સમયથી નાપા તળપદ ગામના બજારમાં આવેલ દારૂલુમ (મદ્રેસા) કોમ્પ્લેક્સમાં રામનરેશ કમલકાન્ત ચૌધરી નામનો ઈસમ કોઈપણ મેડિકલ ડિગ્રી વગર દવાખાનું ચલાવતો હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે, બોરસદ રૂરલ પોલીસે બોરસદ સામુહિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર રોહનકુમાર મહેશભાઈ સુથારને સાથે રાખી દરોડો પાડ્યો હતો.

પોલીસે દરોડા દરમિયાન રામનરેશ કમલકાન્ત ચૌધરી (હાલ રહે. નાપા તળપદ, બાળગોવિંદદાસ પટેલ ખડકી, તા. બોરસદ; મૂળ રહે. માનેકચોક ગામ, તા. રૂનીસૈધપુર, જી. સીતામઢી, બિહાર) ની અટકાયત કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે તેની પાસે ડોક્ટર હોવા અંગેની કોઈ ડિગ્રી કે પ્રમાણપત્ર નહોતું.

પોલીસે સ્થળ પરથી વિવિધ પ્રકારની દવાઓ અને તબીબી સાધનો સહિત કુલ ₹11,927 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બોગસ ડોક્ટર રામનરેશ કમલકાન્ત ચૌધરી વિરુદ્ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement