Advertisement

બોરસદમાં ગૌવંશની હત્યા? રોડ પર કપાયેલી હાલતમાં અવશેષો મળ્યા

બોરસદમાં ગૌવંશની હત્યા? રોડ પર કપાયેલી હાલતમાં અવશેષો મળ્યા

બોરસદ શહેર નજીકથી પસાર થતા વાસદ બગોદરા હાઇવે પર બોરસદના પીકઅપ સ્ટેન્ડ નજીક સોમવારે રાત્રીના સુમારે બે ગૌવંશના કપાયેલ માથા અને અન્ય અવશેષો મળી આવતાં હિન્દુ સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.ઘટનાની જાણ થતાં ગૌરક્ષકો અને વિશ્વ હિંદુ પરિષદના અગ્રણીઓ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગયાં હતાં અને આ બાબતની જાણ બોરસદ રૂરલ પોલીસને કરતા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી જઈ ગૌવંશના અવશેષો કબ્જે કરી એફએસએલ માટે મોકલી આપી આ કૃત્ય કરનાર વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બોરસદ શહેરમાં સોમવારે રાત્રીના સમયે અશોક પાર્કની સામે આવેલ હાઇવેના સર્વિસ રોડના પીકઅપ સ્ટેન્ડ નજીક કોથળામાંથી ગૌવંશ અવશેષો મળી આવ્યા હતા.ઘટનાની જાણ થતા વિશ્વ હિન્દૂ પરિષદના મેહુલભાઈ પટેલ સહીત તેઓની ટીમ અને ગૌરક્ષકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આ અંગે બોરસદ ગ્રામ્ય પોલીસને જાણ કરવામાં આવતા પરિસ્થિતિની ગંભીરતાને પારખીને બોરસદ રૂરલ પોલીસ કાફલો તુરંત ઘટનાસ્થળે દોડી ગયો હતો .હાલ આ અંગે બોરસદ રૂરલ પોલીસે જાણવાજોગ નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. વિશ્વ હિન્દુ પરિષદના આણંદ જિલ્લાના સહમંત્રી મેહુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, શહેરમાં જાહેર જગ્યા પર આ રીતે ગૌવંશના અવશેષો મળવા એ આઘાત જનક ઘટના છે આ મામલે પોલીસ તટસ્થ તપાસ કરે તેવી અમારી માંગ છે.

Advertisement