Advertisement

બોરસદમાં શિક્ષણ જાગૃતિનો સંદેશ, વિદ્યાર્થીઓને સફળતાની પ્રેરણા

બોરસદમાં શિક્ષણ જાગૃતિનો સંદેશ, વિદ્યાર્થીઓને સફળતાની પ્રેરણા

બોરસદના રબારી ચકલા સૈયદ ટેકરા ખાતે પ્રિન્સ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગુરુવારે શિક્ષણ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં શિક્ષણનું મહત્વ સમજાવવાનો હતો. માતા-પિતા તેમના સંતાનોને ઉચ્ચ શિક્ષણ આપે અને વિદ્યાર્થીઓ સારા શિક્ષણ થકી સફળતા મેળવી દેશનું નામ રોશન કરે તે માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.


કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ફારૂકભાઈ વહોરાએ વિદ્યાર્થીઓને સંબોધન કરી શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. મુનાફઅલી સૈયદે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું કે શિક્ષણથી સમાજનો વિકાસ થાય છે અને શિક્ષણ વિનાનું જીવન અંધકારમય હોય છે.


તેમણે બાળકોને ઉચ્ચ શિક્ષણ મેળવી દેશ સેવા કરવા માટે પ્રેરિત કર્યા હતા. આ પ્રસંગે સૈયદ અહેસાનઅલી બાપુ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

Advertisement