Advertisement

બોરસદના રાજા મોહલ્લામાં ભંગારના પીઠામાં આગ, સ્થાનિકોની સતર્કતાથી મોટું નુકસાન ટળ્યું

બોરસદના રાજા મોહલ્લામાં ભંગારના પીઠામાં આગ, સ્થાનિકોની સતર્કતાથી મોટું નુકસાન ટળ્યું

બોરસદ શહેરના રાજા મોહલ્લા વિસ્તારમાં આવેલા ભંગારના પીઠામાં અચાનક આગ લાગતાં આસપાસના વિસ્તારમાં અફડાતફડી મચી ગઈ હતી. આગની લપેટો ઉઠતાં જ સ્થાનિક લોકોએ હિંમત અને સમજદારી દાખવી પાણીનો માળો ચલાવી પ્રાથમિક રીતે આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.


આ ઘટનાની જાણ થતાં જ બોરસદ નગરપાલિકાનો ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. ફાયર ટીમની ઝડપી કામગીરીને કારણે આગ ફેલાતી અટકી હતી અને મોટું નુકસાન ટળ્યું હોવાનું જાણવા મળ્યું છે.


સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. પાલિકા દ્વારા આગના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે.

Advertisement