બાકરોલ ટી પોઇન્ટ બન્યું ટ્રાફિક હોટસ્પોટ, લોકો ત્રાહિમામ
કરમસદ આણંદ શહેરના બાકરોલ ટી પોઇન્ટ માર્ગ પર ટ્રાફિક પોઇન્ટના અભાવે સવાર સાંજ એક સાથે 500થી વધુ વાહનો ભેગા થઇ જતાં ચાર કલાક સુધી ટ્રાફિક જામ રહે છે. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો વખત આવે છે.
તો વળી કયારેક તો વાહનચાલકો વચ્ચે બોલાચાલીના બનવો બંને છે. તો વળી વાહનચાલકો વારંવાર હોન વગાળતાં હોવાથી આજુબાજુ વેપારીઓ સહિત રહીશો હેરાન થઇ રહ્યાં છે.
જેને ધ્યાને લઇને તાત્કાલિક બાકરોલ ટી પોઇન્ટ પર ટ્રાફિક પોઇન્ટ બનાવીને કાયમી ધોરણે ટ્રાફિકના સંચાલન માટે ટ્રાફિક પોલીસ ફાળવવાની માંગ ઉઠવા પામી છે.
કરસમદ આણંદ શહેરના લાંભવેલ દાંડી માર્ગ પાસે બાકરોલ ટી પોઇન્ટ પડે છે. ટી પોઇન્ટ પર પાંચ તરફ જવાના માર્ગો આવેલા છે. હાલમાં લગ્ન સીઝન ચાલી રહી છે. તેમજ વડતાલ સહિત લાંભવેલ હનુમાનજી મંદિર મોટી સંખ્યામાં દર્શાનાર્થીઓ વાહન લઇને અવરજવર કરતાં હોય છે. તેમજ નડિયાદ તરફથી આવતાં 2 હજારથી વધુ વાહનો રાજપત માર્ગ કે બાકરોલ તરફ જાય છે.
હાલમાં બાકરોલ ટી પોઇન્ટ લાંભેવલ તરફનું માર્ગ અને રાજપથ એક બાજુના માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે સવાર સાંજ એક સાથે 500થી વધુ વાહનો ચોકડી પર ભેગા થઇ જતાં ટ્રાફિક જામ થઇ જાય છે. વાહનચાલકો ચાર ચાર કલાક સુધી ટ્રાફિકમાંથી બહાર નીકળી શકતા નથી. જેને ભારે હાલાકીઓનો સામનો કરવો પડે છે.
રવિવાર સાંજે પણ ટ્રાફિક જામ થઇ જતાં ટ્રાફિક પોલીસના અભાવે કેટલાંક સેવાભાવિ યુવકો ટ્રાફિક હળવો કરવા માટે ભારે જહેમત ઉઠાવી પડી હતી. તેને ધ્યાને લઇને તાત્કાલિક ટ્રાફિક પોઇન્ટ મુકવાની માંગ વાહનચાલકો દ્વારા કરવામાં આવી છે.
બાકરોલ ટી પોઇન્ટ પાસે આવેલી 50થી વધુ સોસાયટીઓ રહીશોને હાલાકી
બાકરોલ ટી પોઇન્ટ આસપાસ મોટા મોટા કોમ્પ્લેક્ષોમાં ઓફિસો, દુકાનો અને 50થી વધુ સોસાયટીઓ આવેલી છે. પરંતુ પોઇન્ટ ટ્રાફિક જામ થઇ જતા સ્થાનિકો ભારે હાલાકી વેઠવી પડે છે.
બાળકોને સ્કૂલેથી લઇને પરત ઘરે ફરતી વખતે ટ્રાફિક જામ હોવાથી એક કલાકનો સમય બગડે છે. તેમજ ટ્રાફિક ફસાયેલા વાહનચાલકો સતત હોન મારતાં હોવાથી નજીક રહેતા વૃદ્વો અને બાળકો પણ હેરાન થાય છે. આગામી 5 વર્ષમાં આ વિસ્તારની વસ્તી 10 હજાર પાર જાય તેવી સંભાવના છે. જેને ધ્યાને લઇને આગામી 2 દાયકાના ટ્રાફિકને ધ્યાને લઇને માર્ગો પહોળો કરવા તેમજ ટ્રાફિક પોઇન્ટ ઉભો કરવા અને ટ્રાફિક સિગ્નલ બેસાડવામાં આવે તો પ્રશ્ન હલ થાય તેમ છે.