Advertisement

બાકરોલની શ્રી બંગ્લો સોસા.માં મારામારી કરનારા 11ની ધરપકડ

બાકરોલની શ્રી બંગ્લો સોસા.માં મારામારી કરનારા 11ની ધરપકડ

આણંદ શહેરના બાકરોલ રોડ ઉપર આવેલી શ્રી બંગલો સોસાયટીમાં રખડતા કુતરાઓ માટે એક પરિવારે બહારથી અસામાજિક તત્વોના ટોળાને બોલાવી રાવલ પરિવાર પર હુમલો કરી મારામારી કરી, વાહનોમાં તોડફોડ કરી હતી. જેને પગલે આરોપીઓ પણ કાયદાના પાઠ શીખે અને ભવિષ્યમાં આ પ્રકારનું કૃત્ય ન કરે તેવા પગલાં ભરવાની માંગ સાથે જાહેરમાં વરઘોડો કાઢવામાં આવે એવી સ્થાનિકોમાં ઉઠી છે.

બાકરોલ રોડ ઉપર શ્રી બંગલો સોસાયટી રહેતા સ્વાતિબેન બારોટ રખડતા કૂતરાઓને એકત્ર કરતા હોય આ મામલે સોસાયટીના લોકોએ ઠરાવ કરીને આ કુતરાઓ સોસાયટીમાં ન રહે તેવું નક્કી કર્યું હતું. પરંતુ આમ છતાં સ્વાતિબેન કૂતરાંઓને રાખતા હતા. આ બાબતને લઈને ઉપનીષ રાવલના પત્ની અને સ્વાતિબેન એમ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ સામાન્ય બાબતની બોલાચાલી એટલી ઉગ્ર સ્વરૂપમાં પરિણમી હતી કે સ્વાતિબેન અને તેમના મળતિયાઓ દ્વારા બહારથી માથાભારે શખસોને બોલાવ્યા હતા. જેને પગલે કેટલાંક અજાણ્યા શખસો લાકડી-પાઈપ સહિતના મારક હથિયાર સાથે ધસી આવ્યા હતા અને બંગ્લો બહાર પડેલા વાહનોમાં તોડફોડ કરી હતી. સમગ્ર ઘટનાનો વિડિયો પણ વાઈરલ થયો હતો. આ ઘટનાને પગલે આસપાસના લોકોમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. સમગ્ર ઘટના અંગે પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી મોડી સાંજે 11 શખસ રાજુ કનુ ઠાકોર, અશોક નવીન ઠાકોર, કૌશલ ઉર્ફે મેડિયો જયંતી વસાવા, બોબી વિરેન્દ્ર કુશવા, સુનિલ કનુ સેનવા, વિરેન જગદીશ માછી, ધવલ ઉર્ફે બોબો ગોપાલ માછી, ચિરાગ રાજુ વસાવા, હેતલ હરીશ પટેલ, ઉમંગ જયંત ઈનામદાર, કિશન ચીમન ઠાકોરને ઝડપી પાડ્યા હતા.

Advertisement