Advertisement

પેટલાદ શહેરના ગોપાલપુરામાં સ્માર્ટ મીટર લગાવતાં મહિલાઓનો ભારે વિરોધ

પેટલાદ શહેરના ગોપાલપુરામાં સ્માર્ટ મીટર લગાવતાં મહિલાઓનો ભારે વિરોધ

પેટલાદ શહેરના ગોપાલપુરામાં સ્માર્ટ મીટર લગાવતાં મહિલાઓનો ભારે વિરોધ

પેટલાદ શહેરના ગોપાલપુરામાં સ્માર્ટ મીટર લગાવવાને લઈને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે. વીજ કંપનીના કર્મચારીઓ બપોરના સમયે સ્માર્ટ મીટર લગાવવા માટે પહોંચ્યા હતા.વીજ કંપનીના કર્મચારીઓએ રહીશોને પૂછ્યા વગર આડેધડ મીટરો કાઢી નાખી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી કરતા મહિલાઓ સહિત સ્થાનિકોએ વિરોધ નોંધાવતા મામલો ગરમાયો હતો. જેના પગલે પેટલાદ શહેર પોલીસ ઘટના સ્થળે દોડી જઇને મામલો થાળે પાડયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર સ્માર્ટ મીટરને લઈને વિવિધ સ્થળોએ વિરોધ ચાલી રહ્યો છે ત્યારે પેટલાદ તાલુકાના લક્કડપુરા નજીક આવેલ ગોપાલપુરા વિસ્તારમાં વીજ કંપનીની ટીમ સ્માર્ટ મીટર લગાવવા પહોંચી હતી ત્યારે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો સ્થાનિકોને કોઈપણ જાતની જાણ કર્યા વગર આડેધડ સ્માર્ટ મીટર લગાવતા રહીશોમાં રોષ ફેલાયો હતો અને લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો.

સ્માર્ટ મીટર લાગતા રૂા.14 હજારનું બિલ આવ્યું પેટલાદ શહેરના કાળકા ગેટ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વીજ ગ્રાહકનું સરેરાશ બિલ 500 થી વધારે આવતું ન હતું, જ્યારે વીજ ગ્રાહકના ઘરે સ્માર્ટ મીટર લગાવતા એકાએક 14000 નું લાંબુ લચકબિલ આવતા ગ્રાહક ભારે ચિંતાતુર બની ગયા હતા અને તાત્કાલિક એમજીવીસીએલ કચેરી દોડી જઈ અરજી આપી આ બાબતે યોગ્ય કરવા જણાવ્યું છે તેમ છતાં પણ એમજીવીસીએલના અધિકારીઓ ગણકારતા નથી.

Advertisement