પૂર્વ કાઉન્સિલરની હત્યામાં અયાનને 4 દિવસના રિમાન્ડ
આણંદ પાલિકાના માજી કાઉન્સિલર ની બે દિવસ પહેલા બાકરોલ ગોયા તળાવ પાસે થયેલ હત્યામાં એક આરોપીને અદાલતમાં રજૂ કરાતા ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
આણંદ પાલિકાના માજી કાઉન્સિલર અને બાકરોલ ખાતે રહેતા ઈકબાલ હુસેન ઉર્ફે બાલાની ગત તા 19 ના રોજ વહેલી સવારે બાકરોલ -વડતાલ રોડ પર આવેલા ગોયા તળાવના વોકિંગ વે ઉપર સુરેલીના બે યુવાનોએ અંગત અદાવતમાં હુમલો કરી તેમની અત્યંત ઘાતકી રીતે હત્યા કરી હતી અને પછી બંને ભાગી ગયા હતા. બંને આરોપીઓ અમદાવાદમાં પોતાના સગાને ત્યાં ગયા હતા. ત્યાંથી તે જ દિવસે રાત્રે પોલીસે તેમને ઝડપી લીધા હતા. આરોપીઓ પૈકી ફૈઝલ ઇલિયાસહુસેન મલેક ઉવ 23 રહે. સુરેલી.ઉમરેઠને 3 આંગળીઓએ ઇજાઓ થઈ હતી. જેથી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. પોલીસે ગુરુવારે તેનો કબજો લઈ લીધો છે. દરમિયાન પોલીસે અયાન અલતાફભાઈ મલેકને અદાલતમાં રજૂ કરતા 25 ઓગસ્ટ સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.