Advertisement

પીપળાવ પ્રાથમિક શાળાના નવા ભવનનું ભૂમિપૂજન, ₹84 લાખના વિકાસકાર્યનો આરંભ

પીપળાવ પ્રાથમિક શાળાના નવા ભવનનું ભૂમિપૂજન, ₹84 લાખના વિકાસકાર્યનો આરંભ

સોજિત્રા તાલુકાની પીપળાવ પ્રાથમિક શાળાના નવા ભવનના નિર્માણ માટે આજે વિધિવત ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. અંદાજે 84 લાખ રૂપિયાના ખર્ચે આ વિકાસકાર્ય હાથ ધરવામાં આવશે. આ પ્રસંગે સમગ્ર ગામમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.


ભૂમિપૂજન સમારોહની શરૂઆત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભાવસભર પ્રાર્થના અને સ્વાગત ગીતની રજૂઆતથી કરવામાં આવી હતી. આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, સોજિત્રા ધારાસભ્ય વિપુલભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ મેહુલભાઈ ગોહેલ, સરપંચ કલ્પેશભાઈ પટેલ, પૂર્વ સરપંચ રજનીકાન્ત પટેલ અને દાતા વિનુભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા-શહેર ભાજપ સંગઠનોના પ્રમુખ સહિત હોદ્દેદારો, ગામના અગ્રણીઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી હતી. વિવિધ વિભાગોના અધિકારીઓ, પદાધિકારીઓ, શાળાના શિક્ષકો અને આચાર્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.


તમામ ઉપસ્થિતોએ નવા શાળાભવનના નિર્માણ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ શાળા ભવિષ્યમાં શિક્ષણનું ઉત્તમ કેન્દ્ર બની રહેશે.

Advertisement