Advertisement

પલોલ ગામમાં રાજ્યપાલ દેવવ્રતનું સાદગીપૂર્ણ રાત્રિ રોકાણ, શાળાના સામાન્ય ઓરડામાં વિતાવી રાત

પલોલ ગામમાં રાજ્યપાલ દેવવ્રતનું સાદગીપૂર્ણ રાત્રિ રોકાણ, શાળાના સામાન્ય ઓરડામાં વિતાવી રાત

આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના પલોલ ગામમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભુલાભાઈ જોરાભાઈ પટેલ પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાત્રી વિશ્રામ કર્યો હતો. આ સાદગીપૂર્ણ રાત્રી રોકાણ દરમિયાન તેમણે ગ્રામીણ સંસ્કૃતિ અને ગ્રામજીવનને નજીકથી અનુભવ્યું હતું.

સવારે વહેલા ઉઠીને રાજ્યપાલશ્રીએ શાળાના ઓરડામાં જ યોગ અને પ્રાણાયામ કરીને પોતાના દિવસની શરૂઆત કરી હતી.ત્યારબાદ, રાજ્યપાલશ્રીએ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને ભણી-ગણીને આગળ વધવા અને વ્યક્તિત્વ વિકાસ કરીને સમાજ, રાજ્ય તથા દેશના વિકાસમાં યોગદાન આપવા પ્રેરણા આપી હતી.

આ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, શાળાના કર્મચારીઓ, સરપંચ અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાત્રી રોકાણ બાદ ગ્રામજનોએ રાજ્યપાલશ્રીને ભાવભીની વિદાય આપી હતી.

Advertisement