બોરસદ રૂરલ પોલીસ દ્વારા બે ઇસમો સામે ત્રણ માસની તડીપાર
નાપા ગામમાં અસામાજીક પ્રવૃત્તિઓ સામે બોરસદ રૂરલ પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. પોલીસ મહાનિરીક્ષક, અમદાવાદ વિભાગ, અમદાવાદના માર્ગદર્શન તથા જિલ્લા પોલીસ અધિક્ષક જી.જી. જસાણીના સુચનાને અનુસરી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર અસામાજીક તત્વો સામે તડીપાર અને પાસાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક એસ.પી. કહાર (બોરસદ વિભાગ)ના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર ડી.આર. ચૌધરી દ્વારા સમાજમાં મારામારી, ધાકધમકી અને જુગાર જેવી અસામાજીક પ્રવૃત્તિઓમાં સંકળાયેલા ઇસમો સામે ગુજરાત પોલીસ એક્ટની કલમ ૫૭ (ગ) મુજબ કાર્યવાહી હાથ ધરાઈ હતી. છેલ્લા ત્રણ વર્ષમાં નોંધાયેલા ગુનાઓના આધારે બંને ઇસમો વિરુદ્ધ તડીપારનો પ્રપોઝલ તૈયાર કરી Sub-Divisional Magistrate Court, Borsad સમક્ષ રજુ કરવામાં આવ્યો હતો.
કોર્ટના હુકમ મુજબ બંને ઇસમોને ત્રણ માસ માટે Anand district ઉપરાંત લાગોળગ આવેલા Kheda district, Vadodara (શહેર અને ગ્રામ્ય) તથા Ahmedabad (શહેર અને ગ્રામ્ય) જિલ્લા વિસ્તારમાંથી તડીપાર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા હુકમ અનુસાર બંને ઇસમોને હદપાર કરવાની નિયમસર કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે.
તડીપાર કરાયેલા ઇસમોના નામ-સરનામા:
1. મહંમદહુશેન ઉર્ફે ભાણાભાઈ જાફરઅલી સૈયદ
રહે. નાપા તળપદ, ખારાકુવા ટેકરા, બસસ્ટેન્ડ પાસે, તા. બોરસદ, જી. આણંદ
2. સિકંદર ઉર્ફે ઘોડો ફકરુદ્દીન કાઝી
રહે. નાપા તળપદ, એકતાનગર, તા. બોરસદ, જી. આણંદ
પોલીસ તંત્રએ જણાવ્યું છે કે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અસામાજીક તત્વો સામે આવી કાર્યવાહી આગળ પણ સતત ચાલુ રહેશે.