નગવાલ ગામ: જૂની પંચાયતની જગ્યાએ નવી પંચાયત માટે રજૂઆત
મહુધા તાલુકાના નગવાલ ગામમાં ગ્રામજનો અને સરપંચ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને જૂની પંચાયતની જગ્યાએ નવી પંચાયત બનાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે કોઈ અન્ય જગ્યાએ પંચાયત બનાવવામાં આવશે તો મંજૂર નથી તેમ જણાવવામાં આવ્યું હતું. નગવાલ ગામ પંચાયતનું નવીન પંચાયત ઘર બનાવવા માટે ગ્રામજનો અને સરપંચ દ્વારા અગાઉ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે ગ્રામજનો દ્વારા ગ્રામસભા બેસાડી ઠરાવ નંબર 7થી નગવાલ ગામ પંચાયત દ્વારા જે જગ્યા સૂચિત કરવામાં આવી તે જગ્યા તાલુકા દ્વારા માપણી કરવામાં આવી છે.
પરંતુ તે જગ્યા નિયત નમુના મુજબ ઓછી પડી રહી છે. જેને લઇ સરપંચ અને ગ્રામજનો દ્વારા સદર પંચાયત માટે આ જગ્યા સિવાય જૂની ગામ પંચાયત કચેરીના સ્થાને નવી ગ્રામ પંચાયત બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ સાથે જણાવવામાં આવ્યું હતું કે આ બંને જગ્યા સિવાય કોઈ જગ્યાએ પંચાયત બનાવવામાં ગામ પંચાયત જોડે જગ્યા નથી અને જો કોઈ બીજી જગ્યાએ ગામ પંચાયત બનાવવામાં આવે તો ગ્રામજનોને મંજૂર નથી તેવી રજૂઆત તાલુકા વિકાસ અધિકારીને કરવામાં આવી હતી. આ સાથે માગયા મૂજબ પંચાયત બનાવવામાં નહી આવે તો પંચાયતનો ઘર રદ કરવા માટેની માંગ કરવામાં આવી હતી.