સુરતમાં ફરી એકવાર ભીષણ આગ લાગી હતી. આ વખતે સિટી લાઈટ એરિયામાં નવનિર્મિત રુંગટા ઓસ્ટ્રિયા નામની બિલ્ડિંગના પાછળના ભાગમાં આગ લાગી હોવાની જાણકારી સામે આવી હતી. આગ એટલી ભીષણ હતી કે દૂર દૂરથી ધૂમાડાના ગોટેગોટા ઉડતા દેખાઈ રહ્યા હતા. જેના પગલે અફરાતફરીની સ્થિતિ સર્જાઈ હતી. ફાયરબ્રિગેડની પાંચ ગાડીઓએ ઘટનાસ્થળે ધસી આવી આગ ઓલવવાના પ્રયાસ કર્યા હતા.
ધૂમાડાના ગોટેગોટા અને લોકોની ચીસાચીસ: સુરતમાં વધુ એક ભીષણ આગની ઘટના