બોરસદ તાલુકાના દાવોલ ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીની ચૂંટણીમાં ૧૬ બેઠકો માટે કોંગ્રેસ સમર્થિત પ્રગતિ પેનલ' અને ભાજપ સમર્થિત વિકાસ પેનલ વચ્ચે સીધી ટક્કર જોવા મળી હતી. છેલ્લા પંદરેક દિવસોથી દાવોલમા રાજકીય માહોલ ગરમાયો હતો અને ચૂંટણીને લઈ દૂધ મંડળીના સભાસદો, ગ્રામજનોમાં તેમજ સ્થાનિક રાજકીય આગેવાનોમા ભારે ઉત્સુકતા રહી હતી.જેમાં એક બેઠક બિનહરિફ થઈ હતી. જયારે 15 બેઠક પર ભાજપની પેનલના સભ્યો વિજેતા બન્યા હતા.
રવિવારે સવારે 9 વાગ્યે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ હતી. જે 4 વાગ્યા સુધી ચાલુ રહી હતી. મતદાન બેલેટ યોજાયું હોવાથી ગણતરી લાંબી ચાલતા આખરી પરિણામો મોડી રાત્રે જાહેર થયા હતા.મતગણતરી પૂર્ણ થતાં ભાજપ સમર્થિત વિકાસ પેનલના તમામ 15 ઉમેદવારો ભવ્ય વિજય સાથે વિજયી જાહેર થયા હતા. પરિણામ જાહેર થતાં જ વિકાસ પેનલના સમર્થકોમાં ખુશીનો માહોલ છવાયો છે. દાવોલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની ચૂંટણીમાં ગામના આગેવાન રોનકસિંહ ગોહેલના નેતૃત્વમાં વિકાસ પેનલનો વિજય થયો હતો. ગામમાં ડીજે સાઉન્ડ સિસ્ટમ, ભવ્ય આતશબાજી અને ગુલાલ ઉડાવી વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. સમર્થકોએ એકબીજાને મીઠાઈ ખવડાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
દૂધ મંડળીના વિજેતા બનેલા ઉમેદવાર
1. જશભાઈ રમણભાઈ જાદવ,
2. ડાહ્યાભાઈ ફ્લાભાઈ જાદવ,
3. દિનેશભાઈ હરમનભાઈ ગોહેલ,
4. પ્રવિણભાઈ રમણભાઈ પટેલ,
5. ભાઈલાલભાઈ રાવજીભાઈ ગોહેલ,
6. મુકેશભાઈ મણીભાઈ રાઠોડ,
7. રમેશભાઈ ગબાભાઈ ગોહેલ,
8. વિક્રમભાઈ ભાઈલાલભાઈ ચાવડા,
9. સનાભાઈ રાવજીભાઈ ગોહેલ,
10. સુરેશભાઈ ડાહ્યાભાઈ ગોહેલ,
11. અરવિંદભાઈ અંબાલાલભાઈ ગોહેલ,
12. અલ્પેશભાઈ વલ્લભભાઈ ગોહેલ,
13. અશોકભાઈ પ્રભાતભાઈ પઢિયાર,
14. રેવાબેન વજસિંહ ગોહેલ,
15. સવિતાબેન ભગવાનભાઈ ચાવડા