Advertisement

તેલુગુ અને કોડવા વિધિથી રશ્મિકા–વિજય એક થયા, સોશિયલ મીડિયા પર શેર કરી તસવીરો

તેલુગુ અને કોડવા વિધિથી રશ્મિકા–વિજય એક થયા, સોશિયલ મીડિયા પર શેર કરી તસવીરો

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય કપલ Rashmika Mandanna અને Vijay Deverakonda ઉદયપુરની ITC હોટેલમાં ભવ્ય સમારોહ વચ્ચે લગ્નના બંધનમાં બંધાયા. સવારે તેલુગુ રીતિ-રિવાજથી વિજયના પરિવારની પરંપરા મુજબ લગ્ન થયા, જ્યારે સાંજે 5 વાગ્યે રશ્મિકાના વતન કુર્ગની ‘કોડવા’ પરંપરા અનુસાર વિધિ સંપન્ન થઈ.


લગ્ન બાદ કપલનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. લાલ-ગોલ્ડન વેડિંગ આઉટફિટમાં સજ્જ બંનેએ સોશિયલ મીડિયા પર પ્રેમભર્યા કેપ્શન સાથે તસવીરો શેર કરી છે. વિજયે “મારી બેસ્ટ ફ્રેન્ડને જ મારી પત્ની બનાવી લીધી” લખતાં ભાવુક નોંધ મૂકી, જ્યારે રશ્મિકાએ પોતાના પતિ વિશે દિલથી લખેલી લાગણીઓ વ્યક્ત કરી.


કોડવા લગ્નમાં પંડિત કે અગ્નિ વગર પરિવારના વડીલો દ્વારા વિધિ કરાય છે અને ‘કાવેરી અમ્મા’ના આશીર્વાદ લેવામાં આવે છે. આ અનોખી પરંપરાએ સમારોહને ખાસ બનાવ્યો.

 

Advertisement