Advertisement

તારાપુરના રીંઝા પાસે સાબરમતી પર 1.19 કરોડનો બ્રિજ, ખેડૂતોમાં આનંદ

તારાપુરના રીંઝા પાસે સાબરમતી પર 1.19 કરોડનો બ્રિજ, ખેડૂતોમાં આનંદ

તારાપુર તાલુકાના રીંઝા,નભોઇ, પંચેગામ અને દુગારી ગામની સાબરમતી નદી વહેલ બદલતાં 500થી વધુ ખેડૂતોની જમીન બે ભાગ વહેંચાઇ ગઇ છે. તેમજ સામે કિનારે જવા માટે હાલમાં કોઇ રસ્તો નહીં હોવાથી ખેડૂતો ટ્રેકટર જેવા વાહનો લઇને જઇ શકતાં ન હતા. જેથી ખેડૂતોએ સોજિત્રાના ધારાસભ્ય વિપુલભાઇ પટેલને મળીને રજૂઆત કરી હતી. ધારાસભ્યે તાત્કાલિક રાજય સરકારને રજૂઆત કરી હતી. જેથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રીંઝા પાસે રૂ 1.10 કરોડના ખર્ચે બ્રિજ બનાવવાની મંજૂરી આપતા ખેડૂતોમાં આનંદ વ્યાપી ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર તારાપુર તાલુકાના રીંઝા અને આસપાસ ગામો ચોમાસામાં આવેલા પુરને કારણે સાબરમતી નદીનું વહેણ બદલાઇ ગયું હતું. જેના કારણે 500 વીઘા જમીન બે ભાગમાં વહેચાઇ ગઇ છે. જેથી સામે કિનારે જવા માટે અન્ય કોઇ રસ્તો ન હોવાથી શિયાળુ પાકની વાવણી કરવા માટે જીવના જોખમે નદી પાણીમાં પડી જવું પડે છે. તેમજ વાહનો લઇને જઇ શકાતું નથી. જેથી 2 હજારથી વધુ ખેડૂતોને સીધી અસર થઇ હતી. જેથી ખેડૂતોએ ધારાસભ્ય વિપુલભાઇ પટેલને રજૂઆત કરી હતી. જેથી વિપુલભાઇ પટેલ તાત્કાલિક રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને રજૂઆત કરી હતી. જેને લઇને મુખ્યમંત્રીએ તાત્કાલિક સાબરબમતી નદી પર બ્રિજ બનાવવા માટે રૂ 1.10 કરોડ મંજૂર કરતા ખેડૂતોમાં આનંદ વ્યાપી ગયો છે.

Advertisement