Advertisement

ડાકોર રણછોડજી મંદિરે પોષ સુદ અગિયારસે પહેલીવાર પરિક્રમા, ભક્તો ગોમતીજીનું પવિત્ર જળ અર્પણ કરશે

ડાકોર રણછોડજી મંદિરે પોષ સુદ અગિયારસે પહેલીવાર પરિક્રમા, ભક્તો ગોમતીજીનું પવિત્ર જળ અર્પણ કરશે

ડાકોર રણછોડજી મંદિર ખાતે લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે. ત્યારે વિવિધ દેવસ્થાનો ઉપર પરિક્રમા યોજાતી હોય છે. જેને લઇ ગુજરાત ક્ષત્રિય મહા સંઘ દ્વારા ડાકોર ની પરિક્રમા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડાકોરની પરિક્રમા પોષ સુદ અગિયારસ ના દિવસે પ્રથમ વાર યોજાશે.

ગુજરાત રાજ્યમાં આવેલા અનેક યાત્રાધામોમાં પરિક્રમામાં યોજાતી હોય છે. ત્યારે ડાકોરમાં એક પણ પરિક્રમા કરવામાં આવતી નથી. જો,કે ડાકોરના રાજા રણછોડની પ્રરિક્રમા કરવા માટે ગુજરાત ક્ષત્રિય મહા સંઘ દ્વારા પરિક્રમાનું આયોજન કરાયું છે. આ પરિક્રમા 30 જાન્યુઆરી મંગળવારના રોજ આવનારી પોષ સુદ અગિયારસ ના દિવસે યોજાશે. આ પરિક્રમા કાલિકા માતા મંદિર થી પુનિત પ્રવેશદ્વાર, ડાકોર નગરપાલિકા ભવન, કુડેશ્વરી મંદિર, ભરત ભુવન રાધા કુંડ, ગાયનોવાડો, મહુધા ટી પોઇન્ટ, શ્રીરામ શોપિંગ સેન્ટર થઈ કાલિકા મંદિરે પરત આવશે. જે બાદ પરિક્રમા ગયેલા ભક્તો ગોમતીજી નું પવિત્ર જળ લઈ ભગવાનને અર્પણ કરશે.

અગિયારસના મહત્વને ધ્યાનમાં રાખીને દિવસની પસદંગી

ડાકોરમાં આવેલ રાજા રણછોડજી ના ધામમાં એક પણ પરિક્રમા યોજાતી નથી. જેને લઈ આ બીજી વખત પરિક્રમા નું આયોજન કરાયું છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો એકત્ર થઈ અને ડાકોરમાં બિરાજમાન રાજા રણછોડજીની અગિયારસને દિવસે આ પરિક્રમા કરવામાં આવશે. જેમાં અગિયારસનુ મહત્વને ધ્યાનમાં રાખીને આ પરિક્રમા ચાલુ કરાશે. ત્યારે આ પરિક્રમા દર વર્ષે કરાશે.

Advertisement