Advertisement

ડાકોર યાત્રાધામ: ખાનગી પાર્કિંગની લૂંટ બંધ, સરકારી પાર્કિંગ શરૂ

ડાકોર યાત્રાધામ: ખાનગી પાર્કિંગની લૂંટ બંધ, સરકારી પાર્કિંગ શરૂ

ડાકોર યાત્રાધામ: ખાનગી પાર્કિંગની લૂંટ બંધ, સરકારી પાર્કિંગ શરૂ

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં 16 કરોડથી વધુના ખર્ચે પાર્કિંગ અને ગાર્ડનની સુવિધા ઉભી કરવામાં આવી હતી. પરંતુ સરકારી પાર્કિંગ સતત વિવાદોમાં ઘેરાયેલું હતું. ત્યારે છેલ્લા 10 વર્ષ થી સરકારી પાર્કિંગ ખંડેર હાલતમાં ફેરવાઈ ગયું હતું.ત્યારે ખંડેર હાલતમાં ફેરવાયેલા પાર્કિંગના ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. જેમાં 15 લાખથી વધુના ખર્ચે ટેન્ડર લેવામાં આવ્યું છે. જોકે, હવે સરકારી પાર્કિંગ શરૂ થતા દર્શન કરવા આવતા ભક્તો લૂટાશે નહીં.

ડાકોરની અંદર ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટે સરકાર દ્વારા 16 કરોડથી વધુના ખર્ચે પાર્કિંગ અને ગાર્ડન બનાવવામાં આવ્યું છે. જેમાં છેલ્લા પાર્કિગનું ટેન્ડર 2016માં ભરવામાં આવ્યું હતું. જે બાદ કોન્ટ્રાકટરો દ્વારા ટેન્ડર ભરવામાં આવ્યું ન હતું. જોકે, છેલ્લા ઘણા વર્ષોથી પાર્કિંગનું ટેન્ડર બહાર ન પડતા અને કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા ટેન્ડર ભરવામાં ન આવતા પાર્કિંગ ખંડેર હાલતમાં ફેરવાઈ ગયું હતું. આ સાથે આ પાર્કિંગમાં અને ગાર્ડનમાં નાખવામાં આવેલ ચીજ વસ્તુઓ પણ ચોરાઈ ગઈ હતી. ત્યારે આખરે 10 વર્ષ બાદ સરકારી પાર્કિંગના ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. 15 લાખમાં અપાયેલા ટેન્ડરની 1 વર્ષની મર્યાદા છે.

ખાનગી પાર્કિંગવાળા 100 લઇ લૂંટ ચલાવતા હતા ડાકોરમાં ખાનગી પાર્કિંગના સંચાલકો દ્વારા વાહન ચાલકોને લૂંટવામાં આવી રહ્યા હતા. જેને લઇ અનેક વખત વાહન ચાલકો સાથે ખાનગી પાર્કિંગના સંચાલકો બોલાચાલી પર આવતા હતા. જેમાં ખાનગી પાર્કિંગના સંચાલકો દ્વારા 100 થી વધુ રૂપિયા પણ વાહન ચાલકો પાસે વસૂલતા હતા. સરકારી પાર્કિંગ શરૂ થતાં દર્શન કરવા આવતા ભક્તો છેતરાશે પણ નહીં.

Advertisement