Advertisement

ડાકોર પૂનમના દિવસે ભક્તોના ભારે ઘસારાને કારણે ઓવરબ્રિજ પર અભૂતપૂર્વ ટ્રાફિક જામ સર્જાયો.

ડાકોર પૂનમના દિવસે ભક્તોના ભારે ઘસારાને કારણે ઓવરબ્રિજ પર અભૂતપૂર્વ ટ્રાફિક જામ સર્જાયો.

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે પૂર્ણિમાના લઈ ડાકોર ઉમરેઠ રોડ ઉપર, ડાકોર ઠાસરા રોડ ઉપર અને ડાકોર કપડવંજ રોડ ઉપર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. જેના કારણે ત્રણ કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈનો લાગી હતી. ત્યારે ટ્રાફિકની સમસ્યા દર પૂર્ણિમાના વખતે ઉભી થતી હોવાના કારણે આ સમસ્યાનો કાયમી નિકાલ લાવવામાં આવે તે માંગ ઉઠવા પામી છે.


યાત્રાધામ ડાકોર ખાતે લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે. જેમાં હાલમાં સરકાર દ્વારા સરકારી પાર્કિંગનું ટેન્ડર પાસ કરી સંચાલન કરવામાં આવી રહ્યું છે. જેથી ડાકોરમાં આવવાના તમામ મુખ્ય માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે.


જેને કારણે ઉમરેઠ તરફથી અને ઠાસરા તરફથી આવતા વાહનો સરકારી પાર્કિંગ તરફ મોકલવામાં આવી રહ્યા છે. જોકે, હાલ સુધી તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું નથી. તેમ છતાં સંચાલકો દ્વારા મળતીયાઓને ઉભા રાખી સરકારી પાર્કિંગ તરફ વાહનો ધકેલી રહ્યા છે.


જેના કારણે ડાકોર ઓવરબ્રિજ ઉપર ત્રણ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ભક્તોને વાહનો કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાનો વારો આવ્યો હતો. ત્યારે મુખ્ય માર્ગ ઉપર વારંવાર સજાતી ટ્રાફિકની સમસ્યાને તંત્ર દ્વારા કાયમી ધોરણે દૂર કરવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે.


Advertisement