Advertisement

ડાકોરમાં પ્રજાસત્તાક દિવસના અવસરે તંત્રના વિકાસ યોજનાઓ જાહેર, યાત્રાળુ સુવિધાઓ સુધારાશે

ડાકોરમાં પ્રજાસત્તાક દિવસના અવસરે તંત્રના વિકાસ યોજનાઓ જાહેર, યાત્રાળુ સુવિધાઓ સુધારાશે

ખેડા જિલ્લામાં 77 માં પ્રજાસત્તાક પર્વની યાત્રાધામ ડાકોર ખાતે આવેલી ભવન્સ કોલેજના પટાંગણમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કેબીનેટ મંત્રી અને ખેડા જિલ્લા પ્રભારી મંત્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, સરકારે વર્ષ 2026ને પ્રવાસન વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. જેમાં મંદિરની આસપાસના વિસ્તારમાં વિકાસના કામો કરવાનું આયોજન તંત્રે કર્યું છે. યાત્રાળુઓની સુવિધાઓને ધ્યાને લઇ મંદિર અને નગરમાં મહત્વના વિકાસના કાર્યોમાં રોડ, ફુટપાથ, દબાણ સહિતની બાબતોને આવરી લેવાશે. હાલમાં નગરમાં રૂ.125 કરોડના ખર્ચે ડાકોરને આગવી ઓળખ અપાવવા આયોજન શરૂ કરાયું છે.


તંત્રએ સુવિધાઓ મામલે નવેસરથી એકડો ઘૂંટવો પડશે

યાત્રાધામ હોવાછતાં ડાકોરમાં પાયાની સુવિધાનો અભાવ આંખે ઉડીને વળગે છે. બહારગામથી આવતાં યાત્રાળુઓને ખરાબ રોડ - રસ્તા, જાહેર શૌચાલયનો અભાવ, પીવાના પાણીની અપુરતી વ્યવસ્થા, ગંદકી, મંદિર આસપાસની અવ્યવસ્થા, મંદિરમાં દર્શન કરવા જતી વખતે દર પૂનમે દર્શનાર્થીઓને ચંપલ મૂકવાને લઇને ભોગવવી પડતી મુશ્કેલીનો પણ ઉકેલ લાવવામાં આવે તેવી માંગ છે. આ ઉપરાંત રખડતાં ઢોર, અપુરતી બેઠક વ્યવસ્થાના પ્રશ્નનો પણ ઉકેલ લાવવાની માંગ છેલ્લા લાંબા સમયથી સ્થાનિકો અને યાત્રાળુઓ કરે છે.

Advertisement