Advertisement

ઠાસરાના જેસાપૂરામાંથી 1.10 લાખના વિદેશી દારૂ સાથે બૂટલેગર ઝડપાયો

ઠાસરાના જેસાપૂરામાંથી 1.10 લાખના વિદેશી દારૂ સાથે બૂટલેગર ઝડપાયો

ખેડા જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઠાસરાના જેસાપુરામાં દરોડો પાડી રૂ 1.10 લાખના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે એક શખ્સની અટકાયત કરી હતી. જે બાદ પોલીસે શખ્સને પૂછપરછ કરતા કીટલી દોરામાં રહેતા બે સગાભાઇઓ વિદેશી દારૂ આપી ગયા હોવાની કબૂલાત કરી હતી. આ બનાવ અંગે ડાકોર પોલીસે ફરિયાદ નોંધી છે.

ખેડા જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ડાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળી હતી.આ દરમિયાન બાતમી મળી હતી કે જેસાપુરા ગામના ચામુંડા એગ્રોની પાસે ખેતરમાં રહેતા ગુણવંત ચાવડા પોતાના ખેતરમાં આવેલા છાપરામાં વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે.જે અન્વયે પોલીસે બાતમી આધારિત સ્થળે દરોડો પાડ્યો હતો તે સમયે એક શખ્સ પ્લાસ્ટીકના કંતાનમાં કોઈ સંતાડ્યો હતો. પોલીસે શખ્સની અટકાયત કરી તલાસી લેતા મોટી માત્રામાં વિદેશી દારૂનો મુદ્દામાલ મળી આવ્યો હતો. ગુણવંત ગિરવતસિંહ ચાવડાની પ્રાથમિક પૂછપરછ કરતા મનોજ પરમાર અને તેનો મોટો ભાઈ વિષ્ણુ પરમાર બંને રહે કોટલીંડોરા આપી ગયા હોવાની કબૂલાત કરી હતી.આ બનાવ અંગે જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ફરિયાદ આધારે ડાકોર પોલીસે રૂ 1.10 લાખના વિદેશી દારૂ સાથે ગુણવંત ચાવડાની અટકાયત કરી મનોજ અને વિષ્ણુ પરમારને વોન્ટેડ જાહેર કરી ફરિયાદ નોંધી છે.

Advertisement