Advertisement

જુનાગઢ ભાજપના ધારાસભ્ય સંજય કોરડીયા ને મારી નાખવાની ધમકી

જુનાગઢ ભાજપના ધારાસભ્ય સંજય કોરડીયા ને મારી નાખવાની ધમકી

જુનાગઢ ભાજપના ધારાસભ્ય સંજય કોરડીયા ને મારી નાખવાની ધમકી

જૂનાગઢ: ગુજરાતના ધારાસભ્યને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાને ઇન્ટરનેશનલ નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. જેમાં આશ્રમ રીનોવેશનના નામે 35 લાખ રૂપિયા ખંડણી કે દાન આપવા માટે જણાવ્યું હતું. જો ના આપે તો મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જોકે, આ ધમકી મામલે રોનક ઠાકુર નામના શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં હવે આ લોકો ક્યાંના છે અને આ પહેલા પણ તેમણે અન્ય લોકોને આવી ધમકી આપી હતી કે નહીં તે અંગે વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યો છે

ધારાસભ્ય સંજય કોરડીયાએ શું કહ્યું?

જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાના જણાવ્યા પ્રમાણે, બે દિવસ પહેલા ઇન્ટરનેશનલ નંબરથી એક કોલ આવ્યો હતો અને આશ્રમની મદદ માટે પૈસાની માંગણી કરવામાં આવી હતી. જે બાદ તે નંબર પરથી દાન અથવા ખંડણી માંગવામાં આવી હતી. આ ખંડણીના રૂપિયા ન આપવામાં આવે તો પરિવારને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

Advertisement