Advertisement

જીટોડિયામાં રૂ.1.87 કરોડના ખર્ચે પાણીની ટાંકી તૈયાર કરાશે

જીટોડિયામાં રૂ.1.87 કરોડના ખર્ચે પાણીની ટાંકી તૈયાર કરાશે

આણંદ મનપા હસ્તક જીટોડિયા ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે.ત્યારે જીટોડિયા ગામમાં રૂ 1.87 કરોડ ના ખર્ચે 8 લાખ લીટર પાણીની ક્ષમતા ધરાવતી નવી પાણીની ટાંકી કરાશે.જેના પગલે 70 થી વધુ સોસાયટી વિસ્તારમાં પુરતા પ્રેશરમાં પાણી મળી રહેશે.જો કે પાંચ વર્ષ બાદ પીવાના પાણી માટે હેવી પાણીની ટાંકી તૈયાર કરવામાં આવનાર હોવાથી 6 હજાર ઉપરાંત નળ કનેકશન ધારકોએ હાશકારો અનુભવ્યો છે.નવી પાણીની ટાંકી તૈયાર કરવામાં આવનાર હોવાથી ધારાસભ્ય સહિત અન્ય સત્તાધિશોને હસ્તે આજે ખાતમુહુર્ત કરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ મનપા હસ્તક વોર્ડ નંબર 13માં વર્ષોથી પાણીની ટાંકી નહીં હોવાથી ઉમાભવન પાણીની ટાંકી થકી સમગ્ર વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં આવતું હતું. જેના પગલે આણંદ મનપા હસ્તક જીટોડિયા સમાવેશ કરી હોવાથી તંત્રએ ડ્રાફટ તૈયાર કરીને જુદા જુદા વિકાસના કામો હાથ ધરવાનો નિર્ણય કર્યો છે.

Advertisement