Advertisement

જામનગરમાં એસ ટી નિગમની ગંભીર બેદરકારી:  મુસાફરો ભરેલ ક્ષતિગ્રસ્ત બસનો વીડિયો વાયરલ થતાં તંત્ર એકશનમાં

જામનગરમાં એસ ટી નિગમની ગંભીર બેદરકારી:  મુસાફરો ભરેલ ક્ષતિગ્રસ્ત બસનો વીડિયો વાયરલ થતાં તંત્ર એકશનમાં

જામનગરમાં એસ ટી નિગમની ગંભીર બેદરકારી:  મુસાફરો ભરેલ ક્ષતિગ્રસ્ત બસનો વીડિયો વાયરલ થતાં તંત્ર એકશનમાં

જામનગરમાં એસ ટી નિગમની ગંભીર બેદરકારી સામે આવી છે. રાજ્યમાં આંતર પરીવહન માટે ઉપયોગમાં લેવાતી એસ ટી બસનો એક વીડિયો વાયરલ થયો છે. આ બસ ક્ષતિગ્રસ્ત હોવા છતાં તેને નિયત રૂટ પર મોકલવામાં આવી. જામનગરના એસ ટી બસ ડેપોમાંથી આ બસ મુસાફરોને લઈને તેના રૂટ પર જતી હતી. ત્યારે એક મુસાફર દ્વારા આ ક્ષતિગ્રસ્ત બસનો વીડિયો ઉતારવામાં આવ્યો. વીડિયોમાં દેખાય છે કે લોકો જીવના જોખમે બસમાં મુસાફરી કરી રહ્યા છે.

વીડિયો વાયરલ થતા તંત્ર એકશનમાં

ક્ષતિગ્રસ્ત બસના કિસ્સાનો વીડિયો વાયરલ થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું. વીડિયો વાયરલ થતા મુસાફરોની સુરક્ષાને લઈને સવાલ ઉઠવા લાગ્યા. સોશિયલ મીડિયામાં ઘટના વાયરલ થયા બાદ એસ.ટી. તંત્રએ એકશન લેતા વિભાગીય ઈજનેર સામે શિસ્તભંગના આકરા પગલાં લીધા. ટાયર બ્લાસ્ટ થવાથી બસનું પતરું તૂટી ગયું હોવા છતાં, સમારકામ વિના બસને રૂટ પર દોડાવવાનો ગંભીર ગુનો દાખલ કરાયો. તેમજ જામનગર GSRTC ધ્રોલના ડેપો મેનેજર ક્ષતિગ્રસ્ત બસને દોડાવવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા.

લોકોમાં ઉઠયા સવાલ

એસટી બસનો વીડિયો વાયરય થયો તેમાં દેખાય છે કે બસનું નીચેનું પતરું તૂટી ગયું છે, અને નીચેના ભાગમાં એન્જિન હોય તેવું વીડિયોમાં નજરે પડે છે. બસ ક્ષતિગ્રસ્ત અને બહાર ભારે વરસાદ વરસી રહ્યો છે. આવી સ્થિતિમાં ગમે ત્યારે બસને અકસ્માત અથવા મોટી દુર્ઘટના થવાનું જોખમ રહે છે. એક મુસાફર દ્વારા ક્ષતિગ્રસ્ત બસનો વીડિયો ઉતારવામાં આવ્યો અને તંત્રને સજાગ કરવા તેને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. વીડિયો વાયરલ કરતા આખરે કાર્યવાહી કરવામાં આવી. છતાં પણ સવાલ થાય કે બસ ડ્રાઈવર તેમજ ડેપો મેનેજરને પણ આ બસની સ્થિતિ અંગે ખ્યાલ હતો છતાં કેમ આ બસને રૂટ મુજબ રોડ પર દોડાવવામાં આવી. 

Advertisement