કરમસદ આણંદ મનપામાં જન્મ મરણ કચેરીમાંથી જન્મ મરણના દાખલા મેળવવા 2 મહિના રાહ જોવી પડશે. રાજ્ય સરકારે ઇ ઓળખ પોર્ટલ પરથી કેન્દ્ર સરકારને સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમ પોર્ટલમાં ડેટા ટ્રાન્સફર કરવામાં આવી રહ્યાં છે. જો કે રાજ્ય ભરમાં ડેટા ડ્રાન્સફરની કામગીરી ચાલતી હોવાથી કરમસદ આણંદ મનપાનો હજુ સુધી નંબર આવ્યો નથી.
કરમસદ આણંદ મનપા સહિત જિલ્લા વહીવટી કચેરી ખાતે કેન્દ્ર સરકારના આદેશ મુજબ ડિજીટલ નોંધણી કરાઈ રહી છે. ત્યારે વર્ષ 2020થી 2025 દરમિયાન રાજ્ય સરકારના ઇ ઓળખ પોર્ટલ પર જે ડેટાની એન્ટ્રી હતી. તેવા તમામ ડેટા સીઆરએસ પોર્ટલ સિફટ કરાઈ રહ્યાં છે. જેથી નવા સોફટવેરને લીધે કર્મચારીઓ ત્રાહીમામ પોકારી ઉઠયા છે. કેટલીક વખત અરજદારો સાથે તુ મે મેના બનાવો વધી ગયા હોવાથી કરમસદ આણંદ મનપા જન્મમરણ વિભાગમાં તંત્રે હોમગાર્ડ જવાન બેસાડવા ફરજ પડી છે. અરજદારો મોટી સંખ્યામાં છેલ્લા 5 વર્ષના સમયગાળા દરમિયાન જન્મમરણની દાખલાની અરજીઓ કરવામાં આવી રહી છે. હાલમાં રાજ્ય ભરમાં ડેટા ડ્રાન્સફરની કામગીરી ચાલતી હોવાથી કરમસદ આણંદ મનપાનો હજુ સુધી નંબર આવ્યો નહીં હોવાથી અરજદારોને હાલાકીઓનો ભોગ બનવુ પડશે.