ચરોતરમાં આગામી 36 કલાકમાં મધ્યમ વરસાદની સંભાવના
અરબી સમુદ્ર સર્જાયેલા લો પ્રેશર ના પગલે મધ્ય ગુજરાતમાં સતત વાદળોઘેરા જોવા મળ્યો હતો. બે દિવસથી વરસાદી વાતાવરણ રહેતા પારો 8 ડિગ્રી ગગડતાં ગરમીમાં રાહત મળી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ કૃષિ હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર મહત્તમ તાપમાન 27.5 અને લઘુતમ તાપમાન 26 ડિગ્રી રહેતા દિવસ દરમિયાન ગરમીમાં રાહત રહી હતી. જો કે આગામી 36 કલાક સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાંક તાલુકામાં ગાજવીજ સાથે ભારે વરસાદ થવાની સંભાવના છે. જ્યારે બાકીના વિસ્તારમાં હળવા વરસાદની સંભાવના છે. હાલમાં ચોમાસુ બેસી ગયું છે. પરંતુ હાલમાં વાવણી કરવી યોગ્ય નથી. કારણ કે આગામી 7 દિવસ સુધી ગમે ત્યારે ભારે વરસાદ પડવાની વકી હોવાથી પાક ધોવાઇ જવાની સંભાવના છે