ચંદન ચોરી પુષ્પા ફિલ્મમાં તો જોઈ હશે પરંતુ દાતારના જંગલમાં ફિલ્મ જેવી ઘટના બની
ચંદન ચોરી પુષ્પા ફિલ્મમાં તો જોઈ હશે પરંતુ દાતારના જંગલમાં ફિલ્મ જેવી ઘટના બની છે. દાતાર અને ગિરનાર જંગલમાં અસંખ્ય ચંદનના વૃક્ષો આવેલા છે. છેલ્લા ઘણા વર્ષોથી પરપ્રાંતિય લોકો દ્વારા જંગલમાં ઘુસી અને ચંદનના વૃક્ષની તસ્કરી કરવામાં આવે છે ત્યારે ગત સોમવારના બપોરના સમયે દાતાર જંગલના 300 પગથિયાં આસપાસ 7 જેટલા ચંદનના વૃક્ષનું કટિંગ ચાલતું હતું. જેની માહિતી પેટ્રોલિંગમાં રહેલા વન વિભાગના સ્ટાફને મળતા આખા જંગલને સ્ટાફ દ્વારા ઘેરી લેવામાં આવ્યો હતો અને ચંદનના વૃક્ષની તસ્કરી કરનાર શખ્સોનો પીછો કરવામાં આવ્યો હતો. પરંતુ મુદ્દામાલ છોડી અને તસ્કરી કરનાર શખ્સોને નાસી છૂટ્યા હતા.