Advertisement

ઘાસવાલા હાઈસ્કૂલ પાસે મહાવીર ઝુંપડપટ્ટી હટાવવાની જનમાગ

ઘાસવાલા હાઈસ્કૂલ પાસે મહાવીર ઝુંપડપટ્ટી હટાવવાની જનમાગ

આણંદ શહેરના ઘાસવાલા હાઇસ્કૂલ પાસે મનપા હસ્તકના પ્લોટમાં ગેરકાયદે બનાવેલી મહાવીર ઝુંપડપટ્ટી હટાવવા માટે મનપા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે તેમ જનતા ઇચ્છે છે. હાલમાં મહાવીર ઝુંપડપટ્ટી પાસે માર્ગ રિસરફેસ કામ ચાલુ કરતાં પહેલા તમામ દબાણો હટાવવામાં આવે તો માર્ગ પહોળો થાય તેમ છે. શાળાએ જતાં વિદ્યાર્થીઓ સહિત સ્થાનિક રહીશોને રાહત થાય તેમ છે. જો ટીપી 10 માં ગેરકાયદે દબાણો હટાવતાં હોય તો મહાવીર ઝુંપડપટ્ટીના કેમ નહીં તે પ્રશ્ન ઉઠવા પામ્યો છે.

પ્રાપ્ત વિગત અનુસાર કરમસદ આણંદ મનપા વિસ્તારમાં આવેલ ટીપી 10 અને ટીપી1 મા ઝુંપડપટ્ટીના દબાણને કારણે સ્થાનિકોને હાલાકી વેઠવાનો વકત આવે છે. ગત સપ્તાહે મનપા દ્વારા ટીપી 10માં આવેલ ઇન્દિરા નગરી ઝુંપડપટ્ટી હટાવવા નોટિસ આપવામાં આવી હતી.જેનો ઉગ્ર વિરોધ થવા પામ્યો હતો.કાઇક આવી જ પરિસ્થિતિ ટીપી1 માં આવેલ મહાવીર ઝુંપડપટ્ટી વિસ્તારમાં દબાણ વકરવા પામતાં સ્થાનિક નાગરિક રિયાઝ વ્હોરા દ્વારા રજૂઆત કરવામાં આવતાં મનપા કમિશ્નર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.જે બાદ બંને વિસ્તારમાં દબાણ ના મુદ્દે મનપા તંત્ર દ્વારા હથિયાર હેઠા મૂકતાં હાલમાં ધાસવાલા હાઇસ્કૂલથી મુખ્યમાર્ગ જતા માર્ગ પર રિસરફેસ કામગીરી હાથ ધરવામાં આવી છે.

ગંદકી અને દારૂની બદીથી આસપાસના રહીશો પરેશાન

આણંદ શહેરના ટીપી 1માં આવેલી મહાવીર ઝુંપડપટ્ટી હટાવવામાં આવે તો 4 હજાર ચોરસફૂટ થી વધુ જમીન ખાલી થાય છે. મહાવીર ઝુંપડપટ્ટીના કારણે અહીં બારે માસ ગંદકી રહે છે.તેમજ દેશી દારૂના અડ્ડા ચાલતા હોવાથી આજુબાજુની સોસાયટીના રહીશો ત્રાસી ગયા છે. ત્યારે આ જગ્યા ખાલી કરીને વેન્ડીંગ ઝોન કે ફ્રૂટ બજાર ઉભું કરીને ભાડે આપવામાં આવે તો મનપાને સારી આવક થાય તેમ છે આ જગ્યાઓ અન્ય ઉપયોગમાં લઇ શકાય તેમ છે.

Advertisement