ગૃહમંત્રીના કાર્યક્રમને લઇ ST બસ રૂટમાં મોટો ફેરફાર, જનમેદની માટે 80 બસ ફાળવાતા 120 રૂટ પર કાપ મૂકાશે
આગામી 5મીએ આણંદ ખાતે દેશના ગૃહ પ્રધાન અમિત શાહની સભામાં જનમેદની લાવવા માટે 80 એસટીબસો ફાળવણી કરવાનો નિર્ણય કર્યો છે.ત્યારે તંત્રએ 120થી વધુ રૂટો પર કાપ મુકવામાં આવનાર હોવાથી મુસાફરોને ખાનગી વાહન,રેલવે ટ઼ેનમા મુસાફરી કરવાની નોબત આવશે.બીજી તરફ શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને મુશ્કેલીઓ પડે નહીં તે માટે લાંબા અંતરના રૂટો પર દોડતી બસોને લોકલ વધારાના રૂટો દોડવાશે.
પ઼ાપ્ત વિગત મુજબ આણંદ અમૂલ ડેરી અને એનડીડીબી ખાતે આગામી 5,6નાં રોજ દેશના ગૃહપ્રધાન અમિત શાહ ઉપસ્થિત રહશે.ત્યારે આણંદ જિલ્લામાં યોજાનાર બે દિવસીય કાર્યક્રમમાં 5મીએ દેશની સૌ પ્રથમ સહકાર યુનિવર્સિટી ત્રિભોવન સહકારી યુનિવર્સિટીનો વાલ્મી ખાતે ખાતમુહૂર્ત કાર્યક્રમ કરાશે.તેમજ આગામી 6 જુલાઈના રોજ આણંદ ડેરી ભારત સરકારના સહકાર મંત્રાલયના સ્થાપના દિવસની ઉજવણી કરાશે.
ત્યાર બાદ આણંદ અમુલ ડેરી ખાતે જનસભા,અમુલ બોર્ડ રૂમ ખાતે મીટીંગ, એન.સી.ડી.એફ.આઈ મોગરની મુલાકાત અને તકતી અનાવરણ,એન.ડી.ડી.બી ખાતે નવીન ભવનનું લોકાર્પણ સહિત એ.ડી.ડી.બી બોર્ડ રૂમ બેઠક, મણીબેન પટેલની પ્રતિમાને ફુલહાર,આઈ.ડી.એમ.સી વિઠ્ઠલ ઉદ્યોગ નગરની કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી મુલાકાત લેશે.જેમાં ભીડ એકત્રિત કરવા માટે ગામડી,મોગર,સામરખા,અજ રપુરા,કાસોર સહિત અન્ય ગ઼ામ્ય વિસ્તારમાંથી જનમેદની એકત્રિત કરવા માટે 80 બસો તૈનાત રાખવા માટે ડ઼ાઈવર અને કંડકટરોને એલર્ટ રહેવા માટે સુચનાઓ આપી દેવાઈ છે.