Advertisement

ગૃહપ્રધાનની મુલાકાત પહેલા રસ્તાઓનો મેઇકઓવર, ખાડાંઓ પર તાત્કાલિક પેચવર્ક

ગૃહપ્રધાનની મુલાકાત પહેલા રસ્તાઓનો મેઇકઓવર, ખાડાંઓ પર તાત્કાલિક પેચવર્ક

આગામી 5મીએ દેશના ગૃહ પ્રધાન અમિત શાહ આણંદની બે દિવસની મુલાકાતે આવનાર છે. ત્યારે ગૃહપ્રધાન અમિત શાહને જવાના રૂટ અમૂલ ડેરી રોડ સહિત સર્કીટ હાઉસ તરફ જવાના માર્ગ પર પેચવર્કની કામગીરી હાથ ધરી છે. ગૃહપ્રધાનની કારનો કાફલો પસાર થવાનો હોવાથી 10થી વધુ બમ્પ દૂર કરી દેવાયા છે.

આણંદમાં બે દિવસ સુધી દેશના ગૃહપ્રધાન મુલાકાતને પગલે વહીવટી તંત્રએ સર્કિટ હાઉસને ફરતે તમામ માર્ગ બિસ્માર હાલતમા ફેરવાઇ ગયેલ હોવાથી પેચવર્ક કામગીરી આરંભી દેવાઇ છે. ત્યારે અમૂલ ડેરીની ચુંટણીના પગલે સર્કિટ હાઉસમાં બેઠક કરે તેવી શક્યતા છે. જેના ભાગરૂપે ડો.કુરીયન રોડ સહિત સર્કિટ હાઉસ રોડ, અમૂલ ડેરી રોડ, ગણેશ ચોકડી સર્વિસ રોડ ઉપર સાફસફાઇ સહિતની કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

Advertisement