Advertisement

ગુજરાત માથે ડબલ આફત મંડરાઈ:17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી, રાજકોટ અગનભઠ્ઠી બન્યું

ગુજરાત માથે ડબલ આફત મંડરાઈ:17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી, રાજકોટ અગનભઠ્ઠી બન્યું

ગુજરાતમાં હવામાન વિભાગે તીવ્ર ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરી છે. 1 એપ્રિલે રાજ્યના ઘણા શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું હતું, જેમાં રાજકોટ 42.2 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું હતું. આજે પણ રાજકોટ, અમદાવાદ, વડોદરા સહિત 6 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર જશે.

હવામાન વિભાગે પોરબંદર માટે ઓરેન્જ એલર્ટ તથા કચ્છ, ભાવનગર અને દીવ માટે યેલો એલર્ટ જાહેર કર્યું છે.

સાથે જ 17 જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવનો સમાવેશ થાય છે.

એપ્રિલ-જૂન દરમિયાન ગરમી અને હીટવેવ સામાન્ય કરતાં વધુ રહેશે. રાજ્યમાં હીટવેવ 10 દિવસ સુધી રહી શકે છે, અને એપ્રિલમાં 8 દિવસ હીટવેવની શક્યતા છે. સાથે જ 33% થી 55% શક્યતા છે કે કમોસમી વરસાદ પડે. રાજ્યમાં ગરમી સાથે વરસાદના રાઉન્ડ ચાલુ રહેશે.

Advertisement