Advertisement

ગુજરાત પર મેઘરાજા મેહરબાન: 10 જુલાઈ સુધીમાં કડાકા-ભડાકા સાથે ગુજરાતના આ જિલ્લાઓને ગજવશે મેઘરાજા, અંબાલાલની ભડાકેદાર આગાહી

ગુજરાત પર મેઘરાજા મેહરબાન થયા છે. છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયેલો છે. ત્યારે રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ વચ્ચે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આવી છે. આગાહી અનુસાર, આગામી 3થી 6 તારીખ સુધી રાજયના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ થવાની સંભાવના છે.

6 જૂલાઈના રોજ બંગાળની ખાડીમાં બીજી વેધર સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે, જેના કારણે વરસાદી પ્રવૃત્તિઓ વધુ વધી શકે છે.

10 જૂલાઈ સુધીમાં રાજ્યના અનેક જિલ્લામાં અતિભારે વરસાદ થવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ, વલસાડ, સુરત અને નવસારી જેવા વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

 મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ

મધ્ય ગુજરાતના વડોદરા, ખંભાત, બોડેલી, મહિસાગર અને પંચમહાલ જિલ્લામાં પણ ભારે વરસાદ થવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ છવાઈ શકે છે. જયારે દસાડા, માંડલ, વિરમગામ અને સાણંદ વિસ્તાર માટે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

5. ભારે વરસાદની આગાહી

ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા અને બનાસકાંઠા ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, બનાસકાંઠાના પાલનપુર, કાંકરેજ અને થરાદના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે

Advertisement