Advertisement

ગુજરાતભરમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 8.6 ડિગ્રી સાથે સૌથી ઠંડું

ગુજરાતભરમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 8.6 ડિગ્રી સાથે સૌથી ઠંડું

ગુજરાતભરમાં ઠંડીની અસર યથાવત રહી છે અને અનેક વિસ્તારોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાન 8.6 ડિગ્રી નોંધાઈ રાજ્યમાં સૌથી ઠંડું રહ્યું છે. ઉત્તર ગુજરાતના ડીસામાં 11.8 ડિગ્રી જ્યારે ભુજમાં 12.6 ડિગ્રી તાપમાન નોંધાયું. સૌરાષ્ટ્રમાં રાજકોટમાં 15 ડિગ્રી અને દીવમાં 15.8 ડિગ્રી તાપમાન રહ્યું છે. મધ્ય ગુજરાતના અમદાવાદમાં 15.9 ડિગ્રી અને વડોદરામાં 16.8 ડિગ્રી તાપમાન નોંધાતા સવાર અને રાત્રિના સમયે લોકો ગરમ કપડાંનો સહારો લેતા થયા છે.

Advertisement