ગુજરાતને મેઘરાજા ઘમરોળશે, 5 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતમાં છેલ્લાં ઘણાં દિવસોથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. એવામાં આજે પણ વરસાદ ખમૈયા કરવાના મૂડમાં નથી હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 5 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય 7 જિલ્લામાં યલો એલર્ટ અને બાકીના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
5 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી
રાજ્યમાં 4 વાગ્યા સુધીનમાં બનાસકાંઠા, પંચમહાલ, ખેડા, આણંદ અને વડોદરામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે.
22 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
આ સિવાય ગુજરાતના બાકીના 22 જિલ્લામાં 4 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ રહેશે. જ્યાં ભારે વરસાદ જોવા મળશે.
7 જિલ્લામાં યલો એલર્ટ
આ સિવાય ગુજરાતના 7 જિલ્લામાં 4 વાગ્યા સુધી યલો એલર્ટ રહેશે. જેમાં ડાંગ, નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલી, દમણ, પોરબંદર અને દ્વારકાનો સમાવેશ થાય છે. જ્યાં છૂટો છવાયો હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ મુજબ, આવતીકાલે શનિવારે (30 ઓગસ્ટ)ના રોજ 16 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.
31 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બરની આગાહી
આગામી 31 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર દરમિયાન સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યુ છે.
3-4 સપ્ટેમ્બરની આગાહી
3 સપ્ટેમ્બરના રોજ મહીસાગર, દાહોદ, નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યુ છે.
જ્યારે 4 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, છોટા ઉદેપુર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે.