Advertisement

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ 51 ટકા ભરાયો છે. અન્ય મહત્વના ડેમ કેટલા ભરાયેલા છે તેના પર નજર કરીએ

રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવટી દરમ્યાન અને ચોમાસાની શરૂઆતમાં સારા વરસાદને કારણે જળાશયોની સ્થિતિ સુધરી છે.. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ 51 ટકા ભરાયો છે. અન્ય મહત્વના ડેમ કેટલા ભરાયેલા છે તેના પર નજર કરીએ

100 ટકા ભરાયેલા ડેમ 09

70થી 100 ટકા વચ્ચે ભરાયેલા ડેમ 25

50 ટકાથી 70 ટકા વચ્ચે ભરાયેલા ડેમ 22

25 ટકાથી 50 ટકા વચ્ચે ભરાયેલા ડેમ 56

25 ટકાથી નીચે ભરાયેલા ડેમ 94

રાજ્યના કુલ 14 ડેમ હાઇ એલર્ટ પર છે,

જે 14 ડેમ હાઇ એલર્ટ પર છે તેમાં ધાતરવાડી ડેમ, સુરજવાડી ડેમ, રોજકી ડેમ , બાગડ ડેમ, ભીમદાદ ડેમ, વંસલ ડેમ લીમ-ભોગાવો-1, સબુરી ડેમ, ધોળીધજા ડેમ રંઘોલા ડેમ, શેત્રુંજી ડેમ ઘોડાધરોઇ ડેમ , બ્રહ્માણી ડેમ અને કાલાઘોઘા ડેમનો સમાવેશ થાય છે.

આ 11 ડેમ એલર્ટ પર છે

જે ડેમો માત્ર એલર્ટ પર છે તેમાં ગોમા, નાયકા, કનિયાડ,મચ્છુ-3, નિંબમની, વાડી, ઉતાવળી, ઘેલો-એસ, માલપરા, પીંગળી અને રાજાવલનો સમાવેશ થાય છે.

મુખ્ય કેટલાક જળાશયોની સ્થિતિ

મુખ્ય ડેમોની સ્થિતિની વાત કરીએ તો ધરોઇ ડેમ 38.07 ટકા ભરેલો છે.. દાંતીવાડા ડેમમાં માત્ર 9.62 ટકા પાણી છે. તો હાથમતીમાં 29.90 ટકા પાણી છે. સુખી ડેમ 75.22 ટકા અને વાત્રક ડેમ 48.29 ટકા ભરેલો છે.

Advertisement