Advertisement

ખોદકામ કરીને છોડી દેવાયો રસ્તો, ડોર ટુ ડોર વાન અટકી

ખોદકામ કરીને છોડી દેવાયો રસ્તો, ડોર ટુ ડોર વાન અટકી

આણંદ 100 ફૂટના રોડથી ગંગદેવનગર માર્ગ પર પાણીની પાઇપ લાઇન લીકેજ થતાં ટીમોએ ખોદકામ કરીને જૈ સે થે હાલતમાં છોડી દેવાયો છે.શુક્રવારે માર્ગ પર પસાર થતી ડોર ટુ ડોર કચરો ઉઘરાતી વાન ફસાઇ ગઇ હતી. જેના પગલે વાન ત્રણ કલાક મોડી પડતાં 10થી વધુ સોસાયટીના કચરો ઉઘરાવી ન શકાતા પડી રહ્યો હતો.

આણંદ ગંગદેવનગર માર્ગ પર 4 દિવસથી પાણીની પાઇપ લાઇન તુટી ગઇ છે. ત્યારે વોટર વર્કસ વિભાગની ટીમોએ પાઇપ લાઇન લીકેજ શોધવા જેસીબી મશીની ખોદકામ કામગીરી હાથ ધરાઇ હતી .તેમ છતાં પંકચર નહીં મળતાં માર્ગ પર બે વર્ષ પહેલા દોઢ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આરસીસી રોડ તોડી નાંખીને ઠેર ઠેર ખોદકામ કામગીરી શરૂ કરી દીધી છે. પરંતુ ટીમોએ દિશા સુચક બોર્ડ નહીં મુકાતા શુક્રવારે વહેલી સવારે કચરો ઉઘરાવતી વાન ફસાઇ ગઇ હતી.જેના પગલે 10થી વધુ વાનના ચાલકોને લાંભવેલ કચરો નાંખવા માટે અન્ય માર્ગ પર જવાની ફરજ પડી હતી. આમ આણંદ મનપા સત્તાધિશોની અણઆવડતના પગલે સમગ્ર વિસ્તારના રહીશો હાલાકીઓનો ભોગ બની રહ્યાં હોવાથી આક્રોશ વ્યકત કર્યો હતો.

પાણીની લાઇનમાં પંકચર શોધવા 4 દિવસથી ખાડા ખોદ્યા પણ મળતુ નથી

આણંદ વોટર વર્કસ વિભાગની ટીમોએ પાણીની રાઇઝીંગ પાઇપ લાઇન અને વોટર વર્કસ વિભાગની પાઇપ લાઇનમાં પંકચર શોધવા માટે ચાર દિવસથી કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે માર્ગ પર પાણીની રેલમ છેલ થઇ જતી હોવાથી રાત્રિના સમયે સમગ્ર વિસ્તારના રહીશોને સાચવીને અવરજવર કરવાની નોબત આવે છે. આણંદ મનપા તંત્રએ સત્વરે ઘટતું કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવે તેમ સમગ્ર વિસ્તારના રહીશોમાં માંગ ઉઠી છે.

Advertisement