Advertisement

ખેડા: માર્ગ અકસ્માતમાં વધારો, જીવન બચાવ માટે પોલીસ એક્શન!

ખેડા: માર્ગ અકસ્માતમાં વધારો, જીવન બચાવ માટે પોલીસ એક્શન!

ખેડા જિલ્લામાં વર્ષ 2024ની સરખામણીએ ચાલુ વર્ષ 2025 માં માર્ચ મહિનામાં માર્ગ અકસ્માતો અને તેમાં થતા મૃત્યુ આંકમાં વધારો જોવા મળ્યો હતો. આ ગંભીર વધારાને ધ્યાનમાં રાખીને, જિલ્લા પોલીસ અધિક્ષક, ખેડા-નડિયાદના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. મુખ્ય ઉદ્દેશ માર્ગ અકસ્માતોમાં લોકોના જીવ બચાવવાનો હતો.

લોકોના જીવ બચાવવા માટે, જિલ્લામાં વારંવાર અકસ્માતો થતા હોય તેવા કુલ 5 સ્થળોને 'બ્લેકસ્પોટ' તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. આ બ્લેકસ્પોટ્સ પર રોડ એન્જિનિયરિંગની ખામીઓનું વિશ્લેષણ કરીને તેને દૂર કરવામાં આવી હતી. સંબંધિત ઓથોરિટીને જાણ કરીને જરૂરી સાઇન બોર્ડ, બ્લિન્કિંગ લાઇટ, રબર સ્ટ્રેમ્પ અને ભયજનક સાઇન બોર્ડ જેવી ખામીઓ તાત્કાલિક દૂર કરાવવામાં આવી હતી.

એનાલિસિસ અને ઓક્ટોબરની ડ્રાઇવ

વર્ષ 2024- 25માં બનેલા રોડ અકસ્માતોનું ઝીણવટભર્યું એનાલિસિસ કરવામાં આવ્યું હતું. આ એનાલિસિસમાં જાણવા મળ્યું કે, સવાર અને સાંજનો સમય અકસ્માતો માટે વધુ જોખમી છે. આ વિશ્લેષણના આધારે, ઓક્ટોબર-2025ના માસમાં સમય અને રોડને ધ્યાનમાં રાખીને સઘન ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઓક્ટોબર ડ્રાઇવના પરિણામો અને ઘટાડો

ઓક્ટોબર-2025ની ડ્રાઇવ દરમિયાન ઓવર સ્પીડ (940), રોંગ સાઈડ ડ્રાઇવિંગ (65), વધુ પેસેન્જર (516), સીટબેલ્ટનો ઉપયોગ ન કરવો (783), હેલ્મેટ ન પહેરવો (1498), અડચણરૂપ પાર્કિંગ (185) અને નશો કરીને વાહન ચલાવતા (62) મળીને કુલ 4049 વાહન ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત, સ્કૂલો, કોલેજો, ઇન્ડસ્ટ્રીઝ અને મોલમાં ટ્રાફિક સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રયાસોના પરિણામે, ઓક્ટોબર-2024માં બનેલા 27 ફેટલ અકસ્માતની સરખામણીએ ઓક્ટોબર-2025માં 18 ફેટલ અકસ્માતો નોંધાયા, જે 9 ફેટલ અકસ્માતનો ઘટાડો દર્શાવે છે.

નવેમ્બરની સંયુક્ત કામગીરી

અકસ્માતોમાં વધુ ઘટાડો કરવા માટે નવેમ્બર-2025 માં પોલીસ, આર.ટી.ઓ. અને સંબંધિત રોડ એજન્સી દ્વારા રોડની સંયુક્ત વિઝીટ કરવામાં આવી હતી. આ વિઝીટમાં રોડ પરની ખામીઓ જેવી કે બમ્પનો અભાવ, તીક્ષ્ણ વળાંક અને સ્કૂલ/ગામડા દર્શાવતા બોર્ડ ન હોય તેવા સ્થળો પર નવા બોર્ડ લગાવવામાં આવ્યા હતા. નવેમ્બરમાં પણ ટ્રાફિક નિયમોના વિવિધ હેડ હેઠળ સઘન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઓવર સ્પીડ (952), રોંગ સાઈડ ડ્રાઇવિંગ (676), વધુ પેસેન્જર (649), સીટબેલ્ટ (975), હેલ્મેટ (1455), પાર્કિંગ (204) અને નશામાં ડ્રાઇવિંગ (75) સહિત કુલ 4986 કેસ કરવામાં આવ્યા હતા.

નવેમ્બરનો ઐતિહાસિક ઘટાડો

નવેમ્બર માસમાં હાથ ધરેલી સંયુક્ત અને સઘન કાર્યવાહીના પરિણામે ટ્રાફિક નિયમન વધુ મજબૂત બન્યું છે. તેના પરિણામ સ્વરૂપે, નવેમ્બર-2024માં બનેલા 19 ફે ટલ અકસ્માતની સરખામણીએ નવેમ્બર-૨૦૨૫માં માત્ર 8 ફે ટલ અકસ્માતો નોંધાયા છે, જે 11 ફે ટલ અકસ્માતનો મોટો ઘટાડો સૂચવે છે. ખેડા જિલ્લા પોલીસે રોડ એન્જિનિયરિંગ સુધારા અને સઘન કાયદાકીય કાર્યવાહી દ્વારા લોકોના જીવનની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે.

Advertisement