Advertisement

ખેડા જિલ્લા પંચાયત ચૂંટણીમાં 287 બેઠકો માટે એકપણ ઉમેદવારી નહીં

ખેડા જિલ્લા પંચાયત ચૂંટણીમાં 287 બેઠકો માટે એકપણ ઉમેદવારી નહીં

ખેડા જિલ્લા પંચાયત ચૂંટણીમાં 287 બેઠકો માટે એકપણ ઉમેદવારી નહીં

ખેડા જિલ્લામાં 22 જૂને યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં નોંધપાત્ર સ્થિતિ સર્જાઈ છે. જિલ્લાની 198 ગ્રામ પંચાયતોમાં 286 સભ્યોની બેઠકો અને એક સરપંચની બેઠક માટે એક પણ ઉમેદવારી નોંધાઈ નથી. આ બેઠકોમાં મોટાભાગની આદિવાસી અને અનુસૂચિત જાતિ માટે અનામત છે.

નડિયાદ તાલુકામાં 20 પંચાયતની 24 બેઠકો, માતર તાલુકામાં 17 પંચાયતની 25 બેઠકો અને ખેડા તાલુકામાં 16 પંચાયતની 29 બેઠકો ખાલી રહી છે. મહેમદાવાદ તાલુકામાં 24 પંચાયતની 30 બેઠકો અને મહુધા તાલુકામાં 16 પંચાયતની 29 બેઠકો પર કોઈ ઉમેદવારી નથી.

કઠલાલ તાલુકામાં 17 પંચાયતની 21 બેઠકો ખાલી છે. કપડવંજ તાલુકામાં સૌથી વધુ 36 પંચાયતની 45 સભ્ય બેઠકો અને એક સરપંચની બેઠક માટે કોઈ ઉમેદવાર નથી. ઠાસરા તાલુકામાં 28 પંચાયતની 45 બેઠકો, ગળતેશ્વર તાલુકામાં 13 પંચાયતની 21 બેઠકો અને વસો તાલુકામાં 14 પંચાયતની 17 બેઠકો ખાલી રહી છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે જો સરકાર આ અનામત બેઠકોને જનરલ કરે તો ઉમેદવારો મળી શકે છે. સરકારે પંચાયતોને સીધી ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય લીધા બાદ સામાન્ય રીતે ચૂંટણીમાં ઉમેદવારોનો ઉત્સાહ વધ્યો છે. આ વખતે ખાલી રહેલી બેઠકો માટે યોગ્ય ઉમેદવારો ન મળવા અથવા સ્થાનિક લોકોમાં રાજકીય રસ ન હોવાના કારણો સામે આવ્યાં છે.

Advertisement