ખેડા જિલ્લામાં ફરી ઓનલાઈન ફ્રોડ, મહિલાને 13,700નો ફટકો
આજ કાલ ગઠીયાવો મહિલાઓને સસ્તામાં ડ્રેસ આપવાની લાલચ આપીને છેતરપિંડી કરતા હોવાના બનાવો ખેડા જિલ્લામાં વધી રહ્યા છે. એમાં એક વધુ બનાવવામાં ખેડા તાલુકાના ગોબલજ ગામની ગૃહિણી સાથે રસ્તામાં ડ્રેસ આપવાના નામે ઠગે ઓનલાઈન રૂપિયા ૧૩,૭૦૦ની છેતરપિંડી કરી હોવાનો બનાવ ખેડા શહેર પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ ખેડા તાલુકાના ગોબલજ ગામમાં રહેતા ગૃહિણી રૂકસારબાનું વસીમુદ્દીન સૈયદ (ઉ. વ. ૩૩) તા. ૮ એપ્રિલના રોજ પોતાના મોબાઈલમાં ઈન્ટ્રાગ્રામની આઈ.ડી. પર વીડિયો તથા ફોટા જોતા હતા તે વખતે તેણીએ ર્ફરઞ્ૂ્ર_ર્ંૂૃચૈે૧૭ ઉપર ઘરારા ચોલી રૂા. ૧૨૯૯ તથા બે સાદા ડ્રેસ રૂા. ૯૯૯ ની એર્ડવટાઈઝની રીલ તથા પ્રોફાઈલ્સ જોઈ હતી. તે સાથે રૂકસારબાનું ના ઈન્સ્ટાગ્રામ આઈ.ડી. પર હું તમારી શું મદદ કરી શકુનો સામેથી મેસેજ આવતા તેણીએ આ દુકાન ક્યાં આવેલ છે ? નુ મેસેજ કરી પૂછતા સામેથી મેસેજ માં શોપ-૧૭ ગ્લાબલ ટેક્સટાઈલ્સ માર્કે-ટ-ડી, ૧૨૩૪ રોડ ઉમરવાડા, સુરતનું દુકાનનું એડ્રેસ આવ્યું હતું. બાદ ડ્રેસ પસંદ પડતા રૂકસારબાનુએ કેસ ઓન ડિલેવરી થશે પૂછતા સામેથી અડધુ પેમેન્ટ કરવું પડશે તેવો મેસેજ આવ્યો હતો અને સામેથી ક્યુઆરકોર્ડનો ફોટો આવ્યો હતો જે તેણીએ પોતાના પતિને મોકલી આ ક્યુઆર કોડ ઉપર રૂા. ૧૫૦૦ નાખવાનું કહેતા પતિએ ઓનલાઈન મોકલવાનો કરેલ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. ત્યાર પછી મોકલેલ બીજા ક્યુઆર કોડ પર પણ તેમ જ થયું હતું. બાદ મોકલેલ ત્રીજા ક્યુઆરકોર્ડ પર ઓનલાઈન રૂપિયા ૧૫૦૦ ટ્રાન્સફર થયા હતાં. રૂકસારબાનુંએ બીજા દિવસે સવારના મારી વસ્તુ નીકળી ગઈ કે કેમ મેસેજ કરી પૂછતા તમે લેટ રીપ્લાય આપેલ છે તમારે બીલીંગ માટે રૂા. ૨૮૦૦ મોકલવા પડશે જે રીફન્ડેબલ છે તેમ જણાવતા પોતાના ભાઈ થકી આ રકમ ઓનલાઈન મોકલી આપી હતી. ત્યાર પછી વિવિધ બહાના હેઠળ તેણી પાસે પૈસા વસૂલવાનો ખેલ શરૂ થયો હતો રૂકસારબાનુંએ ઓનલાઈન રૂપિયા ૧૩,૭૦૦ મોકલી આપ્યા પછી પણ ડ્રેસ ન મળતા તેણીને પોતાની સાથે છેતરપિંડી ગઈ હોવાનો અહેસાસ થયો હતો. ખેડા શહેર પોલીસે આ અંગે ઓનલાઈન છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.